47 વર્ષની સલમાનની ભાભી આવા ભવ્ય ઘરમાં રહે છે, જુઓ અંદરની તસ્વીરો
બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. કોરોના વાયરસને કારણે મલાઈકા તેના દીકરા અરહાન ખાન અને ડોગી કૈસપર સાથે ઘરમાં બંધ હતી. મલાઈકા તેના મુંબઈના એપાર્ટમેન્ટમાં સમય પસાર કરી રહી છે. મલાઈકા અરબાઝ ખાનથી અલગ થયા બાદ અર્જુન કપૂર સાથેના અફેરને લઇને ચર્ચામાં આવતી રહે છે.

મલાઈકા અરોરા તેનાથી 12 વર્ષ નાના અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે. તે ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. જે સોશિયલ મીડિયામાં આવતા જ છવાઈ જાય છે. મલાઈકાનું સરળ પરંતુ સ્ટાઈલિશ ઘર અંદરથી ઘણું શાનદાર જોવા મળે છે. મલાઈકા કયારે એકલી તો કયારેક દીકરા સાથે ઘરની તસ્વીર શેર કરતી નજરે આવી રહી છે.

જણાવી દઈએ, મલાઈકા ફિટનેસ સાથે-સાથે ફેશન સેન્સને લઈને પણ જાણીતી છે. મલાઈકા અરોરાના ઘરની કેટલીક તસ્વીરો વાયરલ થઈ રહી છે.

આ તસ્વીરોમાં ડાઇનિંગ એરિયાની સાથે-સાથે એક્ટ્રેસનું કિચન અને ગેલેરી જોઇ શકાય છે. મલાઇકા અરોરાનું ઘર મોટે ભાગે સફેદ રંગનું છે. સોફા, પલંગ, દિવાલોથી લઈને ફ્લોર સુધીનું બધું સુંદર છે. સફેદ સોફાની સાથે વાદળી રંગની ખુરશીઓ છે. તો ડાઇનિંગ ટેબલની ખુરશી ગ્રે રંગમાં એકદમ સુંદર લાગે છે.

મલાઈકાની માતા જોયસ પોલૉકૉર્પ કેરળના ઈસાઈ પરિવારમાંથી છે જયારે પિતા અનિલ અરોરા પંજાબી છે. મલાઈકાએ પહેલા મોડેલિંગ અને જાહેરાતથી કરિયરની શરૂઆત કરી હતી. મલાઈકાને છૈયા-છૈયા ગીતથી પ્રસિદ્ધિ મળી હતી.

મલાઈકાની ઓળખ એક એક્ટ્રેસ તરીકે ઓછી અને આઈલમ ગર્લ તરીકે વધુ રહી છે. મલાઈકાએ જાણીતા ગીત અનારકલી ડિસ્કો ચલી, મુન્ની બદનામ હુઈ, હોઠ રસીલે જેના ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. મલાઈકા આજકાલ ફિલ્મોમાં ઓછી રિયાલિટી શોમાં વધારે જોવા મળે છે.

મલાઈકા પતિ અરબાઝ ખાનથી અલગ થયા બાદ મુંબઈના બાંદ્રાના એકમલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં રહે છે. કહેવામાં આવે છે કે, અરબાઝે તેને મોટી રકમ આપી હતી. તે રકમમાંથી જ તેને શાનદાર એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો.

મલાઇકા અરોરા આજકાલ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને જજ કરતી જોવા મળે છે. અભિનેત્રીએ થોડા દિવસો પહેલા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે બતાવ્યું હતું કે તે કોરોના વચ્ચે ઘરની બહાર કેવી રીતે નીકળી રહી છે. સામાનને સેનિટાઇઝ કર્યા પછી મલાઈકા અરોરા સેટ પર જવા રવાના થઈ હતી. મલાઈકા અરોરાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે લગભગ 4 મહિના પછી તે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર માટે ઘરેથી નીકળી છે.