ઝૂકેલી નજર, માયૂસ ચહેરો, બ્લેક બ્રા અને ટૂંકી ચડ્ડીમાં જીમ સેશન બાદ સામે આવી મલાઇકા અરોરાની તસવીરો
બોલિવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ચાહકોને ફિટનેસ માટે મોટિવેટ કરતી રહે છે. પરંતુ આ લિસ્ટમાં હંમેશા એક નામ ટોપ પર રહ્યુ છે, જે છે મલાઇકા અરોરા. અભિનેત્રી ચાહકો સાથે તેનો ફિટનેસ મંત્ર તો શેર કરે છે સાથે જ તે જીમ અને યોગા સેશન અટેન્ડ કરવા માટે પણ ચાહકોને મોટિવેટ કરે છે. મલાઇકા પોતાની ટોન્ડ ફિગરને મેઇનટેઇન કરવા માટે ઘણી મશક્કત કરતી જોવા મળે છે, જેનું પરિણામ તેની બોડી અને તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે.
મલાઇકા અરોરા લગભગ દરરોજ જીમ કે યોગા ક્લાસ માટે બહાર નીકળે ત્યારે ઘણી જ રોનક અને ચહેલ પહેલ સાથે નીકળે છે. પેપરાજી પણ દરરોજ મલાઇકાની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. પરંતુ હાલમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી, જેમાં તેનો ચહેરો થોડો માયૂસ અને નજરો પણ ઝૂકેલી જોવા મળી. મલાઇકાનો મૂડ કંઇક ઠીક લાગી રહ્યો ન હતો. તેણે આ દરમિયાન પેપરાજીને પોઝ પણ આપ્યા ન હતા.
આમ તો મલાઇકા જ્યારે પણ જીમ માટે રવાના થાય છો ત્યારે તે થોડી સેકન્ડ માટે પેપરાજીને પોઝ જરૂર આપે છે. સાથે જ તેની બધી તસવીરમાં તેની મુસ્કાન પણ ખીલેલી જોવા મળે છે. જો કે, આ દરમિયાન મલાઇકાની એનર્જી ડાઉન નજર આવી રહી હતી. મલાઇકાના લુકની વાત કરીએ તો, તેણે સ્પોર્ટ્સ વેર સાથે ઓપન વ્હાઇટ શર્ટ પહેર્યો હતો અને બ્લેક સ્લાઇડર્સ કેરી કર્યા હતા. તેણે આ લુક સાથે માથા પર કેપ પણ કેરી હતી.
જણાવી દઇએ કે, મલાઇકાનો થોડા સમય પહેલા કાર અકસ્માત થયો હતો અને તેને ઇજા પહોંચી હતી. જેનું નિશાન તેના ચહેરા પર જોઇ શકાય છે. તે લગભગ અકસ્માત બાદ કેપ વગર ઘરની બહાર નીકળતી જોવા મળી નથી. મલાઇકા અરોરાની આ તસવીરો જોયા બાદ ચાહકો ઘણા પરેશાન થઇ ગયા હતા અને તેના સ્વાસ્થ્યને લઇને ચિંતા જતાવી રહ્યા હતા. જો કે, મલાઇકાની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
મલાઇકા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.બધા લોકો જાણે જ છે કે મલાઇકા અરોરા ફિટનેસ ફ્રીક છે અને તે તેની ફિટનેસ બાબતે સજાગ રહે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. હવે તે કોઇ પાર્ટીમાં જવા માટે નીકળે કે પછી રેગ્યુુલર જીમ એક્સરસાઇઝ માટે.
View this post on Instagram
હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે. મલાઇકા તેની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. તે છેલ્લા ઘણા વર્ષોથી અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ પણ કરવામાં આવે છે. કેટલાક સમય પહેલા જ ખબર આવી હતી કે બંને આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. જો કે, આ વાત મલાઇકા અને અર્જુન બંનેમાથી કોઇના પણ દ્વારા કન્ફર્મ કરવામાં આવી નથી.