કોરોનાની મહામારી બાદ હવે જનજીવન થાળે પડવા લાગ્યું છે. લોકો કામથી બહાર જઈ રહ્યા છે. થોડા દીવસ પહેલા મલાઈકા અરોરા તેની બહેન અમૃતા અરોરા, જીજાજી શકીલ લડાક, અને બાળકો સાથે નજરે આવી હતી. મલાઈકા તેના પુરા પરિવાર સાથે તેના માતા-પિતાને મળવા પહોંચી હતી.

આ દરમિયાન બિલ્ડીંગની નીચે મલાઈકા જેવી કારમાંથી ઉતરી રહી હતી ત્યાં જ એક ગરીબ અને વૃદ્ધ મહિલા તેની પાસે પહોંચી હતી. મલાઈકાએ કારનો દરવાજો ખોલ્યો તો ગરીબ મહિલા તેની પાસે પૈસા માંગવા લાગી હતી, આ મહિલા પર મલાઈકાનું દિલ આવી ગયું હતું. મલાઈકાએ તરત જ આ મહિલાને 500 રૂપિયાની નોટ કાઢીને આપી હતી.

આ બાદ ગરીબ મહિલા તેને દુઆ દેવા લાગી અને હાથ જોડીને તેને પ્રણામ કરવા લાગી હતી. આ બાદ તે મહિલા ત્યાંથી ચાલી ગઈ હતી. આ સમગ્ર મામલો કેમેરામાં કેદ થઇ ગયો હતો.
આ દરમિયાન મલાઈકાએ ખુબસુરત આઉટફિટ પહેર્યા હતા.આ આઉટિંગમાં મલાઈકા સુંદર અને સિમ્પલ નજરે આવી હતી. મલાઈકાએ બ્લુ પ્રિન્ટવાળું ક્રીમ ડ્રેસ પહેર્યો હતો જે ખુબસુરત લાગી રહ્યો હતો.

જણાવી દઈએ કે, મલાઈકાના માતા-પિતા બાન્દ્રામાં રહે છે. મલાઈકાની માતા જોયસ પોલીકાર્પ મલયાલી કૈથોલિક છે જયારે તેના પિતા અનિલ અરોરા પંજાબી છે. મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2017માં તેના છૂટાછેડા થઇ ગયા હતા. મલાઈકાને એક દીકરો છે.

મલાઈકાની બહેન અમૃતાએ બિઝનેસમેન શકીલ લડાક સાથે 2009માં લગ્ન કર્યા હતા. તેને 2 બાળકો છે. મોટા દીકરાનું નામ અઝાન અને નાના દીકરાનું નામ રયાન છે.

અમૃતા અરોરા પણ ફિલ્મી દુનિયાથી જોડાયેલી છે. તેને કિતને દૂર કિતને પાસ, આવારા પાગલ દીવાના, જમીન, શરત, ગર્લફ્રેન્ડ, રક્ત, ફાઇટ ક્લ્બ, હૈ બેબી, સ્પીડ, ગોલમાલ રિટર્ન્સ અને કમ્બખ્ત ઇશ્ક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.