એક્સીડંટ પછી કેવી હાલતમાં છે મલાઈકા અરોરા? અર્જુન કપૂરે મલાઈકા માટે કર્યું આ મોટું કામ, ચોંકી જશો જાણીને

ગઈકાલે સેટરડે બૉલીવુડ ટોપ આઈટમ સોન્ગ ડાન્સર મલાઈકા અરોરા (Malaika Arora) માટે ખૂબ જ અઘરો રહ્યો હતો. મહારાષ્ટ્રમાં પુણેમાં એક ફેશન ઈવેન્ટમાં હાજરી આપવા જઈ રહેલી અભિનેત્રીની કારને ખોપોલી એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત 3 વાહનોની વચ્ચે થયો હતો, જેમાં મલાઈકાની રેન્જ રોવર કાર પણ હતી.

આ દુર્ઘટનામાં મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી, ત્યારબાદ તેને એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં જ મલાઈકાની બહેન અમૃતાએ આ અકસ્માત બાદ તેની હેલ્થ અપડેટ આપી છે. મલાઈકા અરોરાના કાર અકસ્માત અને અભિનેત્રીને ઈજા થવાના સમાચાર પછી ચાહકો ઘણા ચિંતિત થયા હતા. મલાઈકા અરોરાની હેલ્થ અપડેટ આપતાં તેની બહેન અમૃતાએ કહ્યું કે,

હવે તે પહેલા કરતા સારી છે. મીડિયા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા અમૃતાએ જણાવ્યું કે, ‘મારી બહેન મલાઈકા હવે સ્વસ્થ થઈ રહી છે, તે થોડા સમય માટે ઓબ્ઝર્વેશનમાં રહેશે’. અગાઉ એપોલો હોસ્પિટલ્સે મલાઈકા હેલ્થ અપડેટ જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘મલાઈકાને કપાળ પર નાની ઈજાઓ થઈ છે. સીટી સ્કેનમાં બધુ બરાબર છે, હાલ તેઓ ઠીક છે.

તમને જણાવી દઈએ કે એક્સીડંટ સમયે બૉલીવુડ હિરોઈન મલાઈકા તેની રેન્જ રોવર ગાડીમાં હતી. તેમની કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ અને અકસ્માત થયો. ખોપોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હરેશ કાલસેકરે જણાવ્યું હતું કે, અમને ત્રણેય કારના રજિસ્ટ્રેશન નંબર મળી ગયા છે અને હવે અમે ખરેખર શું થયું તે સમજવા માટે ગાડીના ઓનરને કોન્ટેક્ટ કરીશું.

બૉલીવુડ અભિનેત્રીને નવી મુંબઈમાં આવેલી અપોલો હોસ્પિટલમાંથી રવિવારે સવારે રજા આપવામાં આવી હતી. શનિવારે ખાલાપુર ટોલ પ્લાઝા નજીક મલાઈકાની કારને અકસ્માત નડ્યો હતો. મલાઈકાની કાર હાઈવે પર અન્ય બે કાર સાથે અથડાઈ હતી. સદ્નસીબે અકસ્માતમાં મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી. તેનો CT સ્કેન કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે.

મીડિયા હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં મલાઈકાની બહેને જણાવ્યું છે કે, “મલાઈકા હવે ઘરે આવી ગઈ છે અને હેલ્થમાં સુધારા પર છે. થોડાક દિવસમાં તે એકદમ સાજી થઈ જશે.” સૂત્રોના જણાવ્યા અનુસાર મલાઈકાના કપાળમાં થોડા ટાંકા લેવામાં આવ્યા છે. આ અંગે અમૃતાને સવાલ પૂછાતાં તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગઈકાલે પૂણે ટાઈમ્સ ફેશન વીકમાં ભાગ લઈને મલાઈકા પરત ફરી રહી હતી ત્યારે સાંજે 4.45 કલાકની આસપાસ તેની લક્ઝુરિયસ ગાડીનો એક્સિડન્ટ થયો હતો. એક ફૂડ મોલ નજીક બસ અને બે કાર અથડાઈ હતી અને તેમાંથી એકની ટક્કર મલાઈકાની કારને લાગી હતી.

ખોપોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરે એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે, એક્સીડંટ ના ભોગ બનેલી ત્રણેય કારના રજિસ્ટ્રેશન નંબર તેમણે નોંધી લીધા છે અને અકસ્માત કેવી રીતે અને કોના વાંકે થયો તેની પૂરતી તપાસ કર્યા બાદ FIR નોંધવામાં આવશે.ઈટાઈમ્સના રિપોર્ટ અનુસાર, મલાઈકા અરોરાને હોસ્પિટલથી ઘરે લાવવા માટે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Arjun Kapoor) પહોંચ્યો હતો.

YC