બોલીવુડની દિગ્ગજ અભિનેત્રીનું થયું કાર એક્સીડંટ, એક્સપ્રેસ વે પર થયેલી એક્સીડંટની તસવીરો જોઈને રુવાડા ઉભા થઇ જશે

બોલિવૂડ(Bollywood)ની ટોપ અભિનેત્રી મલાઈકા અરોરા(Actress malaika arora)ના ચાહકો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મલાઈકા અરોરા(Actress malaika arora)ની કારનું એક્સીડંટ થયું છે. હાલ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, મલાઈકાની કારનો અકસ્માત મુંબઈ- પુણે એક્સપ્રેસ હાઈવે પર થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, મલાઈકાને માથામાં ઈજા થઈ છે. જે બાદ તેને મુંબઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, લગભગ 5-6 વાહનો એક બીજાની પાછળ ભટકાયા હતા, જેમાંથી મલાઈકા અરોરાની પણ એક કાર હતી. રાજ ઠાકરેની સભામાં જઈ રહેલા નવનિર્માણ સેનાના કાર્યકરોની મદદથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મલાઈકાની અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આજે રાત્રે મલાઈકાને એપોલો હોસ્પિટલમાં સારવાર માટે રહેવું પડશે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા(Actress malaika arora) શનિવારે સાંજે ફેશન ઈવેન્ટમાં ગઈ હતી. તે સોશિયલ મીડિયા પર તેની ઈવેન્ટની તસવીરો અને વીડિયો શેર કરતી હતી. તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહકોને ફેશન ઇવેન્ટની ઝલક બતાવી છે. અભિનેત્રી મલાઈકા બોલિવૂડના સૌથી ફેમસ ચહેરાઓમાંથી એક છે.

તે ખાસ કરીને આઈટમ સોંગ માટે જાણીતી છે. તેમનું ગીત છૈયા છૈયા ખૂબ પ્રખ્યાત થયું. છૈયા છૈયા ઉપરાંત મલાઈકાએ મુન્ની બદનામ સહિત ઘણા આઈટમ સોંગ કર્યા છે. તેણે ઘણા ડાન્સ રિયાલિટી શો પણ જજ કર્યા છે. મલાઈકાએ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને ઝલક દિખલા જાને જજ કરી છે.

અંગત જીવનની વાત કરીએ તો મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે દરરોજ અર્જુન સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંનેની ટ્રિપની તસવીરો વાયરલ થતી રહે છે. મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી ફિટ રહેવા માટે જિમ અને યોગા કરે છે.

ખાપોલી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર હરેશ કાલસેકરે જણાવ્યા મુજબ કે મલાઈકાની રેન્જ રોવર કાર બે ગાડીઓ સાથે અથડાઈ હતી.અમને ત્રણેય કારના રજિસ્ટ્રેશન નંબર મળ્યાં છે. વધુમાં તેમને જણાયું કે ખરેખર શું થયું હતું તેની જાણકારી માટે અમે ગાડી માલિકોનો સંપર્ક સાધીશું. હાલમાં પણ નામજોગ ફરિયાદ દાખલ કરી છે પરંતુ તપાસ બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવશે કે વાંક ખરેખર કોનો હતો.

ગઈકાલે સેટરડે બૉલીવુડ ટોપ આઈટમ સોન્ગ ડાન્સર મલાઈકા અરોરા (Malaika Arora) માટે ખૂબ જ અઘરો રહ્યો હતો. મહારાષ્ટ્રમાં પુણેમાં એક ફેશન ઈવેન્ટમાં હાજરી આપવા જઈ રહેલી અભિનેત્રીની કારને ખોપોલી એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત 3 વાહનોની વચ્ચે થયો હતો, જેમાં મલાઈકાની રેન્જ રોવર કાર પણ હતી.

આ દુર્ઘટનામાં મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી, ત્યારબાદ તેને એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં જ મલાઈકાની બહેન અમૃતાએ આ અકસ્માત બાદ તેની હેલ્થ અપડેટ આપી છે. મલાઈકા અરોરાના કાર અકસ્માત અને અભિનેત્રીને ઈજા થવાના સમાચાર પછી ચાહકો ઘણા ચિંતિત થયા હતા. મલાઈકા અરોરાની હેલ્થ અપડેટ આપતાં તેની બહેન અમૃતાએ કહ્યું કે,

હવે તે પહેલા કરતા સારી છે. મીડિયા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા અમૃતાએ જણાવ્યું કે, ‘મારી બહેન મલાઈકા હવે સ્વસ્થ થઈ રહી છે, તે થોડા સમય માટે ઓબ્ઝર્વેશનમાં રહેશે’. અગાઉ એપોલો હોસ્પિટલ્સે મલાઈકા હેલ્થ અપડેટ જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘મલાઈકાને કપાળ પર નાની ઈજાઓ થઈ છે. સીટી સ્કેનમાં બધુ બરાબર છે, હાલ તેઓ ઠીક છે.

તમને જણાવી દઈએ કે એક્સીડંટ સમયે બૉલીવુડ હિરોઈન મલાઈકા તેની રેન્જ રોવર ગાડીમાં હતી. તેમની કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ અને અકસ્માત થયો. ખોપોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હરેશ કાલસેકરે જણાવ્યું હતું કે, અમને ત્રણેય કારના રજિસ્ટ્રેશન નંબર મળી ગયા છે અને હવે અમે ખરેખર શું થયું તે સમજવા માટે ગાડીના ઓનરને કોન્ટેક્ટ કરીશું.

બૉલીવુડ અભિનેત્રીને નવી મુંબઈમાં આવેલી અપોલો હોસ્પિટલમાંથી રવિવારે સવારે રજા આપવામાં આવી હતી. શનિવારે ખાલાપુર ટોલ પ્લાઝા નજીક મલાઈકાની કારને અકસ્માત નડ્યો હતો. મલાઈકાની કાર હાઈવે પર અન્ય બે કાર સાથે અથડાઈ હતી. સદ્નસીબે અકસ્માતમાં મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી. તેનો CT સ્કેન કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે.

મીડિયા હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં મલાઈકાની બહેને જણાવ્યું છે કે, “મલાઈકા હવે ઘરે આવી ગઈ છે અને હેલ્થમાં સુધારા પર છે. થોડાક દિવસમાં તે એકદમ સાજી થઈ જશે.” સૂત્રોના જણાવ્યા અનુસાર મલાઈકાના કપાળમાં થોડા ટાંકા લેવામાં આવ્યા છે. આ અંગે અમૃતાને સવાલ પૂછાતાં તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગઈકાલે પૂણે ટાઈમ્સ ફેશન વીકમાં ભાગ લઈને મલાઈકા પરત ફરી રહી હતી ત્યારે સાંજે 4.45 કલાકની આસપાસ તેની લક્ઝુરિયસ ગાડીનો એક્સિડન્ટ થયો હતો. એક ફૂડ મોલ નજીક બસ અને બે કાર અથડાઈ હતી અને તેમાંથી એકની ટક્કર મલાઈકાની કારને લાગી હતી.

ખોપોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરે એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે, એક્સીડંટ ના ભોગ બનેલી ત્રણેય કારના રજિસ્ટ્રેશન નંબર તેમણે નોંધી લીધા છે અને અકસ્માત કેવી રીતે અને કોના વાંકે થયો તેની પૂરતી તપાસ કર્યા બાદ FIR નોંધવામાં આવશે.ઈટાઈમ્સના રિપોર્ટ અનુસાર, મલાઈકા અરોરાને હોસ્પિટલથી ઘરે લાવવા માટે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Arjun Kapoor) પહોંચ્યો હતો.

YC