ગોલ્ડન શોર્ટ ડ્રેસમાં મલાઇકા અરોરાએ બતાવ્યો તેનો બોલ્ડ અવતાર, ડ્રેસની કિંમત જાણીને આજે રાત્રે સુઈ નહીં શકો

આ બોલ્ડ ટૂંકા ટૂંકા ડ્રેસ માટે મલાઇકાએ પાણીની જેમ વહાવી દીધા પૈસા, કિંમત જાણશો તો માથુ ભમી જશે

મલાઇકા અરોરા ગ્લેમર ક્વીન છે. જયારે પણ તેને મોકો મળે છે તે તેની સ્ટાઇલથી બધાનું ધ્યાન ખેંચવામાં કામયાબ થઇ જતી હોય છે. આવું જ કંઇક આ વખતે પણ જોવા મળ્યુ. જયારે તે ગોલ્ડન ડ્રેસમાં તેનો જલવો વિખેરતી નજર આવી. બી ટાઉનની હસીનાઓનું ગ્લેમરસ રૂપ એકસાથે એક જ મંચ પર જોવા મળ્યુ હતુ. ફિલ્મ 83ના પ્રીમિયરમાં દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટથી લઇને નોરા ફતેહી, જાહ્નવી કપૂર અને મલાઇકા અરોરા જેવી હસીનાઓ પહોંચી હતી. જયાં તેમનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો.

મલાઇકા અરોરાએ આ ઇવેન્ટ માટે શાનદાર મિની ડ્રેસ પસંદ કર્યો હતો. જેના પર રફલ ડિઝાઇન બનેલી હતી. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ફરી એકવાર મલાઈકાએ પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.મલાઇકાના આ લુકની તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે શેર કરી હતી.

જેમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી હતી. મલાઇકાના આ ડ્રેસમાં વન શોલ્ડર અને ફુલ સ્લીવ ડિઝાઇન હતી. સાથે જ ફ્રંટમાં રફલ ફ્રિંજ એડ કરવામાં આવ્યુ હતુ. ત્યાં અભિનેત્રીને બોલ્ડ લુક ડ્રેસની શોર્ટ સાઇઝ આપી રહી હતી. મલાઇકાએ આ ડ્રેસ સાથે ગોલ્ડન શિમરી આઇશેડો લગાવ્યો હતો અને મેટ રેડ લિપસ્ટિક અને બ્રેડેડ હેરસ્ટાઇલ સાથે લુકને કંપલીટ કર્યો હતો.

મલાઇકાનો આ ડ્રેસ ઘણો જ ખૂબસુરત અને સ્ટાઇલિશ હતો. નાર્વેના ફેશન લેબલનો આ ડ્રેસ પીટર ડૂંડાસે ડિઝાઇન કર્યો છે. આ ડ્રેસની કિંમત ઓફિશિયલ વેબસાઇટ પર 40 હજાર રૂપિયા છે. મલાઇકા ઘણીવાર તેની સ્ટાઇલ અને તેના આઉટફિટને લઇને લાઇમલાઇટમાં રહેતી હોય છે.

આ પહેલા પણ અભિનેત્રીએ તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજથી ચાહકોની ઊંઘ ઉડાવી દીધી છે. 48ની ઉંમરે પણ મલાઇકા હોટનેસ અને બોલ્ડનેસ મામલે ન્યુ કમર અભિનેત્રીઓને જબરદસ્ત ટક્કર આપે છે.

Shah Jina