૪૭ વર્ષના સલમાનના એક્સ ભાભીનું 35 વર્ષના શ્રીદેવીના સાવકા દીકરા જોડે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે- હવે ખુલ્યું એક રાઝ
પોતાની ફિટનેસ માટે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહે છે. મલાઈકા મોટાભાગે પોતાના જિમ અને યોગા લુકને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે, પરંતુ એ સાથે સાથે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરના સંબંધોને લઈને પણ તે ચર્ચામાં આવે છે.
મલાઈકા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે પોતાની તસવીરો પણ શેર કરે છે. તેની તસવીરોને ચાહકો ખુબ જ પસંદ પણ કરે છે.
હાલમાં જ મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે જેના કારણે તે ચર્ચામાં આવી ગઈ છે. આ તસ્વીરની અંદર તેને એક ડાયમંડ રિંગ પહેરી રાખી છે.
ચાહકો હવે તેને પૂછી રહ્યા છે કે શું તેને અર્જુન કપૂર સાથે સગાઈ તો નથી કરી લીધી ને ? થોડી જ સમયમાં મલાઈકાની આ પોસ્ટ વાયરલ થઇ ગઈ અને 2 લાખ કરતા પણ વધારે લોકોએ લાઈક કરી છે.
મલાઈકા આ તસ્વીરમાં ખુબ જ સુંદર પણ લાગી રહી છે. અને તેના ચહેરા ઉપર ચમક પણ જોવા મળી રહી છે જેના કારણે ચાહકોને લાગી રહ્યું છે કે તેને સાચે જ સગાઈ કરી લીધી છે.
પરંતુ આ હકીકત નથી. મલાઈકાએ આ તસ્વીર ફક્ત બ્રાન્ડ પ્રમોશન માટે શેર કરી છે. જો કે આ વાતનો ખુલાસો તેને આ પોસ્ટના કેપશનમાં જ કરી દીધો છે.
View this post on Instagram
મલાઈકાએ આ તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે કે, “કેટલી સરસ વીંટી, મને આ બહુ જ ગમે છે. અહિયાંથી ખુશીઓ શરૂ થાય છે. જો તમે તમારા જીવનની અંદર પ્રેમને લઈને યોજના બનાવી રહ્યં છો તો આ સગાઈની વીંટી બહુ જ યોગ્ય છે.”
તમને જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન કપૂરે પોતાના સંબંધોને પણ સ્વીકારી લીધા છે. આ બંને વચ્ચે ઉમ્મરનું 12 વર્ષનું અંતર છે. જેના કારણે પણ તેમને ઘણીવાર ટ્રોલ પણ કરવામાં આવ્યા છે, પરંતુ તેમેને આ બાબતનો કોઈ ફર્ક નથી પડતો.