હું ભારે થાકી ગયો છું… મલાઈકાના પિતાએ મૃત્યુ પહેલા કહ્યા હતા આ શબ્દો, આ 2 લોકોને કર્યો છેલ્લો કોલ, મોટો ખુલાસો

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાનું મૃત્યુ થયું છે. અનિલે બુધવારે છત પરથી કૂદીને આત્મહત્યા કરી છે. ઘટના સવારે 9 વાગ્યાની છે. ઘટના પછી મલાઈકાનો પરિવાર અને તેમના જાણકારો આઘાતમાં છે. માહિતી મળતાં મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી ગઈ છે અને માહિતી એકત્ર કરી રહી છે. મલાઈકા અને તેના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ સમય છે.

અનિલ મહેતાનું મોત આત્મહત્યા છે કે કોઈ દુર્ઘટના થઈ તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અનિલ મહેતાએ આ પગલું ભરતા પહેલા પોતાની બંને દીકરીઓ એટલે કે મલાઈકા અને અમૃતાને કોલ કર્યો હતો. જીવનની અંતિમ ક્ષણોમાં તેને પોતાની દીકરીઓને પોતાના દિલની વાત પણ કહી હતી અને પછી આ પગલું ભરી લીધું.

મલાઈકા અરોરાના પિતાના મૃત્યુ મામલે મોટો અપડેટ સામે આવ્યો છે. પોલીસ અનુસાર, આત્મહત્યા પહેલાં અનિલે આજે સવારે તેમની બંને પુત્રીઓ મલાઈકા અને અમૃતા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન અનિલે કહ્યું હતું “I’m sick and tired”. જે સમયે અનિલે આત્મહત્યા કરી, ત્યારે મલાઈકાની માતા ઘરે હતી. અનિલે બંને પુત્રીઓને બીમારીથી પરેશાન હોવાની વાત કહી. સિગારેટ પીવાના નામે અનિલ બાલ્કનીમાં ગયા અને આત્મહત્યા કરી.

મલાઈકા અરોરાની માતા જોયસ પણ આયેશા મેનર બિલ્ડિંગના એ જ માળે રહે છે, જ્યાં અનિલ રહેતા હતા. 11 સપ્ટેમ્બરની સવારે અનિલ તેમને હેલો કહેવા આવ્યા ન હતા. આ બંનેનો રોજનો રૂટીન હતો. આના કારણે તેમને લાગ્યું કે કંઈક ગરબડ છે. પછીથી તેમના પરિવારને અનિલના આત્મહત્યા કરવા વિશે જાણવા મળ્યું.

સાથે જ માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના પહેલાં અનિલની વાત તેમની નાની પુત્રી અમૃતા અરોરા સાથે થઈ હતી. પરંતુ પરિવાર તરફથી આ અંગે કોઈ પુષ્ટિ આવી નથી. અનિલનો પરિવાર ઊંડા આઘાતમાં છે. મલાઈકા અને અમૃતા રડી-રડીને ભાંગી પડી છે અને તેમણે પોલીસ સાથે વાત કરીને પોતાના નિવેદનો નોંધાવ્યા છે. તપાસમાં તેમણે પોલીસની મદદ કરવાનું વચન આપ્યું છે. અનિલના રૂટીન અને અન્ય વાતો અંગે બંને આગામી થોડા દિવસો સુધી પોલીસ સાથે વાત કરશે.

મલાઈકા અરોરાના ઘરે તેમના નજીકના લોકો અને ફિલ્મી સિતારાઓએ આવવાનું પણ શરૂ કરી દીધું છે. મલાઈકા અરોરાની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર ખાન તેમના ઘરે પહોંચી છે. અનન્યા પાંડે અને તેમના પિતા ચંકી પાંડે પણ બિલ્ડિંગમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત હેલેન, સોફી ચૌધરી, કિમ શર્મા અને પ્રોડ્યુસર રિતેશ સિધવાની પણ અહીં આવ્યા છે.

મીડિયા સાથેની વાતચીતમાં મુંબઈ પોલીસના અધિકારીએ કેસ અંગે અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું, ‘અનિલનો મૃતદેહ મળ્યો હતો. તેઓ છઠ્ઠા માળે રહેતા હતા. અમે હાલમાં તપાસ કરી રહ્યા છીએ. હાલમાં અમે વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમ પણ આવી છે, તે પણ તપાસ કરી રહી છે. મૃતદેહને હાલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહ્યો છે. પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો કેસ લાગે છે. તેમણે આવું કેમ કર્યું તેનું કારણ શોધવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ.’

પિતાના મૃત્યુના સમાચાર મળતાં જ મલાઈકા અરોરા પુણેથી મુંબઈ રવાના થઈ ગઈ હતી. હવે તે ઘરે પહોંચી ગઈ છે. તેનો વીડિયો સામે આવ્યો છે જ્યાં અભિનેત્રી માસ્ક પહેરીને હેરાન-પરેશાન જેવી બિલ્ડિંગમાં પ્રવેશ કરતી દેખાઈ. તેની સાથે તેની નાની બહેન અમૃતા અરોરા પણ દેખાઈ. અમૃતા રડતી રડતી બિલ્ડિંગમાં પ્રવેશી, તેમને પોતાનો ચહેરો છુપાવતા જોવામાં આવ્યા. આ દરમિયાન મલાઈકા અરોરાનો પુત્ર અરહાન ખાન, અમૃતા અરોરાના પતি શકીલ લડક, અરબાઝ ખાનના પિતા સલીમ ખાન, ભાઈ સોહેલ ખાન અને સીમા સજદેહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મલાઈકાના બોયફ્રેન્ડ અર્જુન કપૂરને પણ તેમને સંભાળતા જોવામાં આવ્યા. બધા અભિનેત્રીના મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા છે.

મલાઈકાના એક્સ હસબંડ અરબાઝ ખાન પણ આ મુશ્કેલ ઘડીમાં તેમના ઘરે પહોંચ્યા છે. અરબાઝ ખાનને મલાઈકાના ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાત કરતા જોવામાં આવ્યા. અભિનેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મલાઈકા અરોરાના પિતા અનિલ પંજાબી હિન્દુ પરિવારના હતા. તેમનો પરિવાર બોર્ડર પર વસેલા ફાજિલ્કા જિલ્લાનો રહેવાસી હતો. અનિલે ભારતીય મર્ચન્ટ નેવીમાં નોકરી કરી છે. અનિલે જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા, જે મલયાલી ક્રિશ્ચિયન પરિવારમાંથી આવે છે.

જુલાઈ 2023માં મલાઈકા અરોરાના પિતા અનિલને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે અભિનેત્રીને તેમની માતા જોયસ સાથે હોસ્પિટલમાં તેમને મળવા જતા પણ જોવામાં આવી હતી. જોકે અનિલને હોસ્પિટલમાં કયા કારણસર દાખલ કરવા પડ્યા તે અંગે માહિતી મળી ન હતી. ન તો મલાઈકા અને ન તો તેમના પરિવારે અનિલના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું હતું.

મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે અનિલ ઇમારતના છઠ્ઠા માળે રહેતા હતા. સૂત્રોએ ‘ઈટાઇમ્સ’ને જણાવ્યું છે, ‘અનિલ તેમની પૂર્વ પત્ની જોયસ સાથે એક જ માળે રહેતા હતા અને રોજ સવારે બાલ્કનીમાં બેસીને અખબાર વાંચતા હતા. પરંતુ જ્યારે સવારે તેમની પત્ની જોયસ ત્યાં ગઈ ત્યારે અનિલ ત્યાં નહોતા. માત્ર તેમની ચપ્પલ પડેલી હતી.

YC