મનોરંજન

મલાઈકા અરોરાએ અમેરિકામાં કર્યો એવો ડાન્સ કે ચાહકો થયા પાગલ, જુઓ વિડીયો

અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસની સાથે સાથે અર્જુન કપૂર સાથેના રિલેશનને લઈને પણ ચર્ચામાં રહે છે. અર્જુન અને મલાઈકાની તસ્વીરો સોશિયલ મીડિયા પર જોવા મળી જ જાય છે અને બંન્નેને કોઈ ખાસ ઇવેન્ટ કે પાર્ટીમાં પણ એકસાથે જોવામાં આવે છે.

એવામાં તાજેતરમાં જ મલાઈકા ડાંસ પરફોર્મેન્સ માટે ન્યુ જર્સી પહોંચી છે. આ દરમિયાન અમુક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. મલાઈકાએ પણ પોતાની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

And it’s a wrap for tonite ….. thank u Trenton🙏🙏

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

કાળા ડ્રેસમાં મલાઈકાનો અંદાજ ખુબ જ કાતિલાના લાગી રહ્યો છે અને આ ડ્રેસની સાથે તેની હેર સ્ટાઇલ પણ ખુબ જ જ સુંદર લાગી રહી છે. ફૈન્સને મલાઈકાનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે અને ખુબ વખાણ કરી રહ્યા છે. શો ના દરમિયાન મલાઈકા ખુબ જ ઉત્સાહિત જોવા મળી હતી.

 

View this post on Instagram

 

It’s #showtime….. see u in Trenton #rrang #bollywoodbroadway @divyachablani15 @priyanka.s.borkar @rezachirag

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ સિવાય મલાઈકાનો એક વિડીયો પણ ખુબ વાઇરલ થયો છે જેમાં તેના કો-ડાન્સર્સ તેની સાથે ડાંસ સ્ટેપ્સ કરતા દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે મલાઈકાનો આ વિડીયો અમેરિકાના બૉસ્ટોનનો છે અને તે ત્યાંની છોકરીઓને ડાંસ શીખવાડી રહી છે અને ટ્રેક પેન્ટમાં તેના મૂવ્સ ખુબ જ શાનદાર લાગી રહ્યા છે.

મલાઈકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ડાંસ કરી રહેલો જીઆઇએફ પણ શેર કર્યો છે, જેમાં તેની સાથે અમેરિકી છોકરીઓ પણ ડાંસ કરતી દેખાઈ રહી છે.

તેની પહેલા મલાઈકાએ પોતાના વર્કઆઉટનો પણ વિડીયો શેર કર્યો હતો, જેમાં તે અલગ અલગ પ્રકારનો વ્યાયામ કરતી જોવા મળી હતી. મલાઈકાના વ્યાયામને લોકો ખુબ પસંદ કરે છે અને તેનું અનુકરણ પણ કરે છે.

જુઓ મલાઇકાનો ડાંસ કરતો જીઆઇએફ વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks