ફ્રી ડ્રિંક્સ મેળવવા માટે મલાઇકાએ અરોરાએ પબમાં ટેબલ પર ચઢી કર્યુ એવું કે…જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ અને ટીવી પર્સનાલિટી મલાઈકા અરોરા આ દિવસોમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર તેના શો મૂવિંગ ઈન વિથ મલાઈકાને લઇને ચર્ચામાં છે. આ શોમાં ચાહકોને મલાઈકા અરોરાના અંગત જીવન અને ઘણી ન સાંભળેલી વાતો જાણવાનો મોકો મળી રહ્યો છે.મલાઇકાએ હાલમાં જ તેના શો મૂવિંગ ઇન વિથ મલાઈકામાં ખુલાસો કર્યો કે તેણે ફ્રી ડ્રિંક્સ માટે પબમાં ટેબલ પર ચઢીને ડાન્સ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

મૂવિંગ ઈન વિથ મલાઈકાને કારણે અભિનેત્રી પહેલાથી જ ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે મલાઈકા પાસે કોઈ કામ નથી તેથી તે પોતાના અંગત જીવનના રહસ્યો અને ઘરેલુ વિવાદોનો સહારો લઈને કમાણી કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે,

 

View this post on Instagram

 

A post shared by SEXY SEDUCTION (@sexy.seduction1)

જેમાં મલાઈકા રેસ્ટોરન્ટ કે પબના ટેબલ પર ચડીને ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળે છે. મલાઈકા અરોરાની આ બોલ્ડ સ્ટાઈલ જોઈને એકબાજુ તેના ફેન્સ ફિદા થઇ રહ્યા છે, તો કેટલાક નેટીઝન્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. મલાઈકા અરોરાએ શો દરમિયાન જણાવ્યું કે, તે પોતાની નારાજ બહેન અમૃતા અરોરાને મનાવવા ગોવા જાય છે. શોમાં જોવા મળ્યું હતું કે અમૃતા મલાઈકાને ચેલેન્જ આપે છે અને કહે છે,

 

View this post on Instagram

 

A post shared by danish zehen (@anas_zehenn)

તુ તારી સ્ટાઈલ અને ચાર્મનો જાદુ ચલાવ અને અમને ફ્રી ડ્રિંક્સ પીવડાવી બતાવ. મલાઈકા પણ આ ચેલેન્જ સ્વીકારે છે અને બાર માલિક પાસે પહોંચી જાય છે. મલાઈકા અરોરા બારના માલિકને કહે છે, હું મારું પર્સ ભૂલી ગઈ છું અને અમને અહીં સારું લાગે છે, જો તમે… બાર માલિક કહે છે, શું તમે ખરેખર ભૂલી ગયા છો કે બીજું કંઈક છે. મલાઈકા કહે છે કે, તે ખરેખર તેની પર્સ ભૂલી ગઈ છે.

આના પર બાર માલિક કહે છે, મારી એક શરત છે, તમારે જે ડ્રિંક્સ જોઇએ તે અમે તમને આપીશું, પરંતુ બદલામાં તમારે કંઈક કરવું પડશે. આ પછી મલાઈકા અરોરા ફ્રી ડ્રિંક માટે ટેબલ પર ચડીને પોતાના હોટ મૂવ્સ બતાવતી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ચાહકોને આ દરમિયાન મલાઈકાનો બોલ્ડ અવતાર પણ જોવા મળ્યો. મલાઈકા અરોરા હંમેશા અલગ-અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ સાથે બહાર આવે છે.

એક્ટિવ મલાઈકાએ આ વીડિયોમાં જે બોલ્ડ આઉટફિટ પહેર્યો છે, તેની બે તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. મલાઈકાએ ડીપનેક બ્રાલેટ સાથે જેકેટ અને ફ્લેરેડ પેન્ટ સેટ પહેર્યો છે. શુક્રવારે મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો કેપ્શન સાથે શેર કરી છે. તેણે લખ્યું, તમારો લુક અને એન્ટરટેઈનમેન્ટ શેર કરવું હંમેશા સારું રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina