૪૭ વર્ષના મલાઇકા અરોરાએ એવો વિચિત્ર શર્ટ પહેર્યો કે ફેન્સ ચકિત થઇ ગયા- જુઓ PICS
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા એ અભિનેત્રીઓમાંની એક છે જે તેની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે, મલાઇકાને જોઇને કોઇ તેની ઉંમરનો અંદાજ લગાવી જ ન શકે. તે એટલી ફિટ છે કે તે આજે પણ યુવા અભિનેત્રીઓને ફિટનેસની બાબતમાં માત આપે છે.
મલાઇકા અરોરાને અવાર નવાર જીમ, ડાંસ ક્લાસ, યોગા ક્લાસ અનેક જગ્યાએ સ્પોટ કરવામાં આવે છે. તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે પેપરાજીઓ હંમેશા તૈયાર જ બેઠા હોય છે. તે પણ કેમેરા સામે જોઇ પોઝ આપતી જોવા મળતી હોય છે. તે અનેક વાર તેની કર્વી બોડી પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
મલાઇકા ઘણીવાર મુંબઇના રસ્તા પર દોડ લગાવતી પણ જોવા મળે છે, તો તે કયારેક તેના ડોગ સાથે પણ રસ્તા પર વોક માટે નીકળતી જોવા મળતી હોય છે. મલાઇકા આ બધા લુકમાં ઘણી જ ખૂબસુરત લાગે છે.
મલાઇકાને હાલમાં જ તેના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી, અને આ વખતે તેનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. મલાઇકા આમ તો ઘણીવાર ઘરથી થોડીવાર માટે બહાર નીકળે છે તો તેના કપડા એવા હોય છે જે સ્ટાઇલ ગોલ્સ આપતા જોવા મળે છે.
જો કે, આ વખતે આ હસીનાનો નોન ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો. આમ તો તે ઘણીવાર ડેનિમ કે વર્કઆઉટ શોર્ટ્સમાં જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે તેને સાઇકલ શોર્ટ્સ અને ખુલ્લા શર્ટમાં સ્પોટ કરવામાં આવી.
મલાઇકાએ આ દરમિયાન બ્લેક અને વ્હાઇટ કોમ્બિનેશનનો લોન્ગ અને લુઝ શર્ટ કેરી કર્યો હતો આ સાથે તેણે સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. તેણે શર્ટના ઉપરના બટન ખુલ્લા રાખ્યા હતા. તેમજ તેણે આ વખતે બ્લેક સ્લાઇડર્સ કેરી કર્યા હતા. જેના ફ્રંટ સ્ટ્રેપ પર ગોલ્ડન ડિઝાઇન જોવા મળી હતી.
મલાઇકાનો આ વખતે નો મેકઅપ લુક જોવા મળ્યો હતો. તેણે વાળને બનમાં સ્ટાઇલ કરેલ હતા. મલાઇકા અરોરાનો આ અવતાર સામાન્ય રીતે છોકરીઓ ઘરની અંદર પહેેરવો પસંદ કરે છે તેવો હતો.
તમને જણાવી દઇએ કે, સામાન્ય રીતે મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહેતી હોય છે. તેનો અવાર નવાર લુક સોશિયલ મીડિયા પર વાયરલ પણ થતો રહેતો હોય છે. ઘણીવાર તો તે અર્જુન કપૂર સાથે તેના સંબંધને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે.