આજે જિમ લુકમાં જોવા મળેલી મલાઈકાની તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે, જુઓ વાયરલ તસવીરો

આવા કપડાં પહેરવામાં જરાય સંકોચ ન અનુભવતી ૪૭ વર્ષની મલાઈકા ભાભી, જુઓ PHOTOS

બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા હંમેશા તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાને ફોટોગ્રાફર પણ પોતાના કેમેરામાં કેદ કરવા માટે જિમ અને યોગા ક્લાસની બહાર તૈયાર જ રહેતા હોય છે.

જિમ લુકમાં મલાઈકા ખુબ જ કાતિલ લાગે છે. તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. દરેક વખતે મલાઈકાનો એક નવો જ અંદાજ જોવા મળતો હોય છે.

ત્યારે એમ કહેવું જરા પણ ખોટું નથી કે મલાઈકાની આગળ આજની સુંદર અભિનેત્રીઓ પણ પાણી ભરે છે અને આ વાતની સાબિતી તેની જિમ લુકની તસવીરો જ આપી જાય છે.

મલાઈકા કામની વચ્ચે પણ પોતાનું વર્ક આઉટ સ્કિપ નથી કરતી. વાત ભલે પછી એ યોગા ક્લાસની હોય કે પછી જિમ જવાની. મલાઈકા હંમેશા સુપર એક્ટિવ મૂડમાં જ નજર આવે છે. એવું જ કાંઈક આજે પણ જોવા મળ્યું, સવારે તેને શહેરમાં સ્પોટ કરવામાં આવી હતી.

હિટ એન્ડ ફિટ બોડી માટે મલાઈકાએ આ વખતે કમ્ફર્ટેબલ અને સ્પોર્ટી લુક કેરી કર્યો હતો. તેને સફેદ અને ભૂરા રંગના એથલેબિક સેટ પહેર્યો હતો. જેમાં ટેન્ક ટોપ સાથે લૂજ ફિટિંગ વાળા શોર્ટ્સ સામેલ હતા.

ભલે મલાઈકા આ દરમિયાન જિમ માટે નીકળી હતી પરંતુ તે ખુબ જ હોટ લાગી રહી હતી. અભિનેત્રીએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે રાઉન્ડ નેકલાઇન સાથે ફિશનેટ કટ વાળો કટ આઉટ સ્લીવ્સ ટોપ પહેર્યું હતું. જે તેના ટોન્ડ મિડરીફ બોડીને હાઈલાઈટ કરવાનો કોઈ મોકો નહોતો છોડતું.

આ કેજ્યુઅલ સેટ સાથે મલાઈકાએ પોતાના વાળને મેસી બનમાં બાંધ્યા હતા., જેની સાથે સલામતી માટે તેને કાળા રંગનું માસ્ક પણ પહેર્યું હતું.

મલાઈકાને જોઈને એમ લાગે છે કે તેને પોતાની રીબોક કંપનીની સફેદ સ્લાઇડર્સ સાથે કંઈક વધારે જ પ્રેમ છે. તે યોગા અને જિમ ક્લાસમાં જતા દરમિયાન તેને પહેરેલી નજર આવે છે. આ સફેદ અને બ્લુ કોમ્બિનેશન સાથે તેને આ સ્લાઇડર્સને મેચ કર્યા હતા.

મલાઈકા તેના લુક ઉપરાંત તેના સંબંધોને લઈને પણ ખુબ જ ચર્ચામાં છે. હાલ તે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે બંને ઘણી જગ્યાએ સાથે સ્પોટ થતા પણ જોવા મળે છે.

મીડિયામાં એવી ખબરો પણ ચાલી રહી છે કે તે બંને જલ્દી જ લગ્ન પણ કરી શકે છે. મલાઈકા અને અર્જુને સોશિયલ મીડિયામાં પોતાના સંબંધોને જાહેર પણ કરી લીધા છે.

Niraj Patel