મનોરંજન

મલાઈકા અરોડાની આ તસ્વીરોને મળી રહી છે ખુબ પ્રસંશા, નફરત કરવા વાળાઓ સાથે જ ઝઘડી પડ્યા ચાહકો

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી મલાઈકા અરોડા તેની ફિટનેસને લઈને ખુબ જ કાળજી રાખે છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી જ એક્ટિવ રહેતી જોવા મળે છે, તો તેના જિમ લુકને પણ લોકો ખુબ જ પસંદ કરે છે.

Image Source

મલાઈકા અવાર નવાર યોગા ક્લાસની બહાર તેના સ્ટાઈલિશ અંદાજમાં સ્પોટ થતી જોવા મળે છે, હાલ મલાઈકાનો એક એવો જ અંદાજ જિમની બહાર જોવા મળ્યો છે, જેને ચાહકોનો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે.

Image Source

બાન્દ્રામાં યોગા કલાસની બહાર જોવા મળેલી મલાઈકાએ કેમેરા સામે ઘણા પોઝ પણ આપ્યા હતા, હવે તેની આ તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

Image Source

મલાઈકાની આ તસ્વીરોને વાયરલ ભાયાણીએ પોતાના ઇન્સટાગ્રામ ઉપર શેર કરી છે, તો મલાઈકાની આ તસવીરો ઉપર તેને નફરત કરવા વાળા કેટલાક લોકોએ કોમેન્ટ પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ કોમેન્ટના જવાબ મલાઈકા ચાહકો દ્વારા જ આપવામાં આવ્યા છે. જેમાં મલાઈકા પ્રત્યેનો પ્રેમ જોવા મળી શકે છે. મલાઈકા ખુબ જ મોટો ચાહક વર્ગ ધરાવે છે.

Image Source

ઘણા લોકોનું કોમેન્ટમાં એમ પણ કહેવું છે, કે મને એ ખબર નથી પડતી કે લોકો તેમને આટલી નફરત કેમ કરે છે, તો ઘણા લોકો મલાઈકાને પોતાની પ્રેરણા પણ જણાવી રહ્યા છે.

Image Source

ઘણા લોકોને એ વાતની તકલીફ થઇ રહી છે, કે મલાઈકાએ અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા બાદ અર્જુન કપૂર સાથેના સંબંધોને જાહેર કર્યા છે. તે અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે અને તેની જાહેરાત પણ તે બંને કરી ચુક્યા છે.