બોલ્ડ ટોપ અને જેકેટમાં એરપોર્ટ પર સ્પોટ થઇ મલાઇકા અરોરા, નો મેકઅપ લુકમાં પણ કેમેરામાં કેદ થઇ ખૂબસુરત તસવીરો

મલાઇકા અરોરાની એરપોર્ટ ફેશન બનાવી દેશે તમારા દિવસને વધુ સુંદર, ખુબસુરતી છલકાઈ ગઈ જુઓ

બોલિવુડની ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા કોઇ પણ અંદાજમાં કેમેરા સામે નજર આવે, પરંતુ તે હંમેશા ગ્લેમરસ જ લાગે છે. મલાઇકાની તસવીરો અને વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા હોય છે ત્યારે ફરી એકવાર મલાઇકાની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. મલાઇકા અરોરાને રવિવારે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે કેમેરા સામે ગ્લેમરસ અંદાજમાં સ્પોટ થઇ હતી.

મલાઇકા અરોરાના એરપોર્ટ લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ ટોપ સાથે જીનેસ પહેર્યુ હતુ અને આ સાથે આ લુકને જેકેટ સાથે કંપલીટ કર્યો હતો. આ દરમિયાન તેણે કોરોનાને ધ્યાને રાખી સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ અને તે નો મેકઅપ લુકમાં સ્પોટ થઇ હતી.

મલાઇકાનો એરપોર્ટ લુક જીમ લુક જેટલો જ ગ્લેમરસ છે. મલાઇકા અહીં પણ નો મેકઅપ લુકમાં સ્પોટ થઇ હતી અને તે ઘણી ખૂબસુરત લાગી રહી હતી. મલાઇકા જલ્દી જ બેસ્ટ કા નેકસ્ટ ટેગલાઇન સાથે ઇંડિયાઝ બ્સેટ ડાંસરમાં જજની ખુરશી પર બેઠેલી જોવા મળશે. આ શોમાં મલાઇકા સાથે કોરિયોગ્રાફર ગીતા કપૂર અને ટેરેંસ લુઇસ પણ જોવા મળશે.

આ દિવસોમાં મલાઇકા એમટીવી શો સુપરમોડલ ઓફ ધ યર 2ને લઇને ખૂબ જ ચર્ચામાં છે. આ શો દરમિયાનના તેના કેટલાક વીડિયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જણાવી દઇએ કે, મલાઇકા અરોરા અરબાઝ ખાન સાથે અલગ થયા બાદ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેને ઘણીવાર આઉટિંગ પર સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ગ્લેમરસ તસવીરોને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા યોગ, જીમ સાથે સાથે તેના ડાયટનું પણ જબરદસ્ત ધ્યાન રાખે છે અને તેની ગણતરી બોલિવુડની સૌથી ફિટ અભિનેત્રીઓમાં થાય છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina