બ્લેક આઉટફિટ અને આંખો ઉપર ચશ્મા પહેરીને ઘરની બહાર નીકળ્યા મલાઈકા ભાભી તો ટ્રોલર્સ આપવા લાગ્યા સારા કપડાં પહેરવાની સલાહ, જુઓ તસવીરો

48 વર્ષની ઉંમરમાં પણ મલાઈકા અરોરાની હોટનેસનો તડકો ઓછો નથી થઇ રહ્યો, બ્લેક આઉટફિટમાં નીકળેલી મલાઈકાને જોઈને પાણી પાણી થઇ જશો, વીડિયો થયો વાયરલ

બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા થોડા સમયે પહેલા જ અકસ્માતમાં ઘાયલ થઇ હતી, પરંતુ હવે તે તેના જુના અંદાજમાં પરત ફરી ગઈ છે અને હવે તે પેપરાજીને પણ પોઝ આપતી જોવા મળી રહી છે. મલાઈકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે પેપરાજી પણ તેના ઘરની બહાર પહેરો ભરતા હોય છે, ત્યારે મલાઈકા જ્યાં પણ જાય ત્યાં પેપરાજી પણ પહોંચી જતા હોય છે અને એકથી એક ચડિયાતી તસવીરો કેમેરામાં કેદ કરતા હોય છે.

હાલમાં જ મલાઈકા ક્યાંક બહાર જતી જોવા મળી હતી. જે દરમિયાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જ્યાં તેના ચાહકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. સેલેબ્સ ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પોતાના ઈન્સ્ટા હેન્ડલથી મલાઇકા અરોરાનો વીડિયો શેર કર્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં મલાઈકા ગોગલ્સ અને બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. એક વ્યક્તિ તેની બેગ આગળ લઈ જઈ રહ્યો છે. બસ આ કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. મલાઈકા અરોરાનો આ વીડિયો બાંદ્રાનો છે. તેનો સ્ટાઈલિશ લુક લોકોને પસંદ આવી રહ્યો છે.

અભિનેત્રીએ જિમ ટ્રેકસૂટ પર બ્લેક જેકેટ પહેર્યું છે. આ સાથે તેણે સફેદ સ્નીકર્સ અને કાળા સનગ્લાસ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. મલાઈકા અરોરાનો આ વીડિયો જોઈને લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું , “તમે ફેશનમાં કંઈપણ પહેરી લેશો ?” તો બીજાએ લખ્યું  “કપડાં તો સારા પહેરી લેતી.” આ સિવાય વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મલાઈકાની સામે એક વ્યક્તિ આવી રહ્યો છે, જે તેની બેગ લઈને જઈ રહ્યો છે. આના પર પણ લોકોએ અભિનેત્રીને ખરી ખોટી સંભળાવી.

મલાઈકા અરોરાના વીડિયો પર યૂઝર્સ માત્ર તેના કપડા વિશે બીલીને અટક્યા નહોતા. મલાઈકાને લોકોએ પોતાની બેગ ઉપાડવાની સલાહ આપી. એક યુઝરે લખ્યું, “ઓછામાં ઓછું તમે તમારી પોતાની નાની બેગ તો ઉપાડી શકો છો.” તો બીજી એક વ્યક્તિએ લખ્યું “તે ખરાબ વલણ છે કે તમે તમારી બેગ કોઈ બીજા દ્વારા ઉપાડાવો છો.

તમને જણાવી દઈએ કે આ મહિને 2 એપ્રિલના રોજ મલાઈકાની ગાડીનો મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો જેમાં અભિનેત્રીનો ઇજા પહોંચી હતી. તેને હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ તેને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે અકસ્માતમાં મલાઈકાના મોઢા ઉપર વાગ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જોકે હવે અભિનેત્રી એકદમ સરસ રીતે સારી થઇ ગઈ છે. હમણાંના દિવસોમાં જ મલાઈકાને રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં તે ખુબ જ ગ્લેમરસ નજર આવી રહી હતી. હવે મલાઈકા કામ પર પાછી આવી ગઈ છે.

Niraj Patel