બિકી પહેરી પુલમાં નહાતી હતી મલાઇકા અરોરા, અર્જુન કપૂરે બનાવી લીધો આવો વીડિયો ! જોઇ તમે પણ થઇ જશો પાણી-પાણી

વાહ અર્જુન ભાઈ, તમે બહુ હોશિયાર નીકળ્યા, મલાઈકા આંટી ન્હાતા હતા અને બોયફ્રેન્ડ અર્જુને વીડિયો ચુપકે થી બનાવી લીધો – તમે પણ જુઓ

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા તેના બોલ્ડ અને બેબાક અંદાજ માટે જાણિતી છે. બધા એ વાત જાણતા હશે કે મલાઇકા કેટલીક ફિટનેસ ફ્રીક છે. આ ઉંમરે પણ તેણે તેની ફિટનેસ એવી રીતે જાળવી રાખી છે કે તેને જોઇ કોઇ તેની ઉંમરનો અંદાજ લગાવી ન શકે. આ સાથે અભિનેત્રી તેની લવ લાઇફને લઇને પણ ટોક ઓફ ધ ટાઉન બની રહે છે.

મલાઇકા અરોરા હાલમાં જ અર્જુન કપૂર સાથે પેરિસમાં ડ્રીમી વેકેશન મનાવી પરત ફરી છે. જ્યાં વેકેશનથી અર્જુન મલાઇકાની રોમેન્ટિક તસવીરો વાયરલ થઇ હતી. ત્યાં હવે મલાઇકાનો એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે નિયોન બ્રામાં પુલમાં ન્હાતી જોવા મળી રહી છે. સામે આવેલા વીડિયોમાં મલાઇકાની સ્માઇલ જોવાલાયક છે.

મલાઇકાએ નિયોન સ્પોર્ટ્સ બ્રા સાથે કેપ પણ પહેરી છે. આ લુકમાં તે ઘણી કુલ લાગી રહી છે. મલાઇકાનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેના એક્સપ્રેશનની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છે કે, મલાઇકા તેના હોઠને દબાવી એક્સપ્રેશન આપી રહી છે.

મલાઇકાનો આ વીડિયો તેણે પોતે નહિ પરંતુ એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. કમેન્ટ બોક્સમાં ચાહકો મલાઇકાની ઘણી પ્રશંશા કરી રહ્યા છે. ચાહકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, મલાઇકાનો આ વીડિયો અર્જુન કપૂર શૂટ કરવામાં આવ્યો છે. જો કે, એ ક્લિયર નથી કે કેમેરા પાછળ અર્જુન હતુ કે કોઇ બીજુ. જણાવી દઇએ કે, અર્જુન અને મલાઇકા પેરિસમાં વેકેશન મનાવ્યા બાદ પરત ફર્યા છે. બંનેએ પેરિસથી ઘણી તસવીરો શેર કરી છે.

હવે ચાહકો મલાઇકા અને અર્જુનના લગ્નની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. એવા અહેવાલ છે કે,અર્જુન અને મલાઇકા આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. જો કે, આ વિશે અર્જુન કે મલાઇકા તરફથી કોઇ જ નિવેદન સામે આવ્યુ નથી. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પેરિસમાં ડ્રીમી બર્થ ડે સેલિબ્રેશન પછી મુંબઇ પરત ફર્યા છે.

બંને પરત ફરતાની સાથે જ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એરપોર્ટ પર મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળ્યા હતા. બંનેને એકસાથે જોઈને પેપરાજીઓ પણ તેમને પોતાના કેમેરામાં કેદ કરવા ઉમટી પડ્યા હતા. બસ પછી શું પેપરાજીઓએ મલાઇકા અને અર્જુનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા, જે જોતજોતામાં જ વાયરલ થઇ ગયા.

તે સમયે એકત્ર અર્જુને બ્લેક પેન્ટ અને શૂઝ સાથે બ્લેક લોંગ સ્લીવ ટી-શર્ટ પહેર્યું હતું. અર્જુન ઓલ બ્લેક લુકમાં સ્માર્ટ લાગતો હતો. મલાઈકા અરોરાએ સફેદ બ્રાલેટ સાથે બેજ પેન્ટ સૂટ પહેર્યો હતો. અર્જુન કપૂર મલાઈકા માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છે. દરેક વ્યક્તિ આ જાણે છે. એરપોર્ટ પર કપલને એકસાથે જોઈને મલાઈકા સાથે ફોટો ક્લિક કરવા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

ભીડને જોઈને અર્જુને પાછળ જવાનું કહ્યું અને મલાઈકાને પોતે પ્રોટેક્ટ કરી. આ દ્રશ્ય થોડું ફિલ્મી જેવું લાગી રહ્યુ હતુ, પરંતુ આ વાસ્તવિક છે. આ જોઇને ચોક્કસથી ચાહકોના મોઢામાંથી વાહ… નીકળી ગયુ હશે. જણાવી દઇએ કે, 26 જૂને અર્જુન કપૂરે પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસ માટે અર્જુન તેની લેડી લવ મલાઈકા અરોરા સાથે પેરિસ વેકેશન પર ગયો હતો.

પેરિસમાં અર્જુન અને મલાઈકાએ તેમની દરેક ક્ષણને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી. બંને ત્યાં ઘણો જ આનંદ માણી રહ્યા હતા. આ સાથે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને દરેક અપડેટ પણ આપી રહ્યા હતા. મલાઈકા અને અર્જુન જન્મદિવસની ઉજવણી બાદ ઘરે પરત ફર્યા છે. પેરિસમાં એક અઠવાડિયાના રોમેન્ટિક વેકેશન બાદ લવબર્ડ્સ મુંબઈ પરત આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અર્જુન વચ્ચે ઉંમરમાં મોટો તફાવત છે અને અભિનેત્રી પહેલાથી જ પરિણીત હતી, તેથી કપલને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ઘણીવાર ટ્રોલ પણ થાય છે પરંતુ મલાઈકા અને અર્જુન બંને એકબીજાને સારી રીતે સમજે છે અને ટ્રોલર્સની વાતોથી પણ તેમને કોઇ ફરક પડતો નથી. તેમની ગણતરી બોલિવૂડના પાવર કપલ્સમાં થાય છે.

મલાઈકા અરોરા 48 વર્ષની છે જ્યારે અર્જુન કપૂરે હાલમાં જ તેનો 37મો જન્મદિવસ ઉજવ્યો છે. મલાઈકા અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઈ ચૂકી છે અને એક પુત્રની માતા પણ છે, જેના કારણે લોકો ઘણીવાર તેને ટ્રોલ કરે છે પરંતુ તેમ છતાં બંને વચ્ચે સારી કેમેસ્ટ્રી અને મજબૂત બોન્ડિંગ છે.

મલાઈકાને ઈન્સ્ટાગ્રામ પર 15.5 મિલિયન લોકો ફોલો કરે છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી પણ તેના ચાહકોને ખુશ રાખે છે અને દરેક અપડેટ શેર કરતી રહે છે. મલાઇકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

બોલિવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ચાહકોને ફિટનેસ માટે મોટિવેટ કરતી રહે છે. પરંતુ આ લિસ્ટમાં હંમેશા એક નામ ટોપ પર રહ્યુ છે, જે છે મલાઇકા અરોરા. અભિનેત્રી ચાહકો સાથે તેનો ફિટનેસ મંત્ર તો શેર કરે છે સાથે જ તે જીમ અને યોગા સેશન અટેન્ડ કરવા માટે પણ ચાહકોને મોટિવેટ કરે છે. મલાઇકા પોતાની ટોન્ડ ફિગરને મેઇનટેઇન કરવા માટે ઘણી મશક્કત કરતી જોવા મળે છે, જેનું પરિણામ તેની બોડી અને તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે.

મલાઇકા અરોરા લગભગ દરરોજ જીમ કે યોગા ક્લાસ માટે બહાર નીકળે ત્યારે ઘણી જ રોનક અને ચહેલ પહેલ સાથે નીકળે છે. પેપરાજી પણ દરરોજ મલાઇકાની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. પરંતુ હાલમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી, જેમાં તેનો ચહેરો થોડો માયૂસ અને નજરો પણ ઝૂકેલી જોવા મળી. મલાઇકાનો મૂડ કંઇક ઠીક લાગી રહ્યો ન હતો. તેણે આ દરમિયાન પેપરાજીને પોઝ પણ આપ્યા ન હતા.

આમ તો મલાઇકા જ્યારે પણ જીમ માટે રવાના થાય છો ત્યારે તે થોડી સેકન્ડ માટે પેપરાજીને પોઝ જરૂર આપે છે. સાથે જ તેની બધી તસવીરમાં તેની મુસ્કાન પણ ખીલેલી જોવા મળે છે. જો કે, આ દરમિયાન મલાઇકાની એનર્જી ડાઉન નજર આવી રહી હતી. મલાઇકાના લુકની વાત કરીએ તો, તેણે સ્પોર્ટ્સ વેર સાથે ઓપન વ્હાઇટ શર્ટ પહેર્યો હતો અને બ્લેક સ્લાઇડર્સ કેરી કર્યા હતા. તેણે આ લુક સાથે માથા પર કેપ પણ કેરી હતી.

જણાવી દઇએ કે, મલાઇકાનો થોડા સમય પહેલા કાર અકસ્માત થયો હતો અને તેને ઇજા પહોંચી હતી. જેનું નિશાન તેના ચહેરા પર જોઇ શકાય છે. તે લગભગ અકસ્માત બાદ કેપ વગર ઘરની બહાર નીકળતી જોવા મળી નથી. મલાઇકા અરોરાની આ તસવીરો જોયા બાદ ચાહકો ઘણા પરેશાન થઇ ગયા હતા અને તેના સ્વાસ્થ્યને લઇને ચિંતા જતાવી રહ્યા હતા. જો કે, મલાઇકાની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

Shah Jina