બોલીવુડની ફિટનેસ ક્વિન બની હતી અમદાવાદની મહેમાન, ગોરધન થાળનો માણ્યો મનમોહક સ્વાદ, જુઓ વીડિયો

WOW: અમદાવાદમાં આવી હતી મલાઈકા અરોરા, સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનિયાનો માણ્યો સ્વાદ, જુઓ તસવીરો અને વીડિયો

બોલીવુડમાં ફિટનેસ ક્વિન તરીકે ઓળખાતી મલાઈકા અરોરાને જિમ અને યોગા ક્લાસની બહાર અવાર સ્પોટ થતી જોવા મળે છે. તે વૉક ઉપર પણ સતત સ્પોટ થાય છે, પરંતુ આજે મલાઈકા અમદાવાદની મહેમાન બની છે. અને તેને ગોરધન થાળના સ્વાદિષ્ટ ભોજનિયાં પણ ગ્રહણ કર્યા છે. જેનો વીડિયો મલાઈકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે.

Photo Credit: Manav Manglani

મલાઈકા તેના સ્ટાઈલિશ અંદાજમાં આજે એરપોર્ટ ઉપર સ્પોટ થઇ. તે મુંબઈ એરપોર્ટ ઉપરથી નીકળી અને અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચી હતી, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં છવાયેલી છે.

એરપોર્ટ ઉપર મલાઈકાનો જે લુક જોવા મળ્યો તે ખુબ જ ચર્ચામાં છે. તે ખુબ જ ગોર્જીયસ લુકમાં જોવા મળી રહી હતી. મલાઈકાએ કોરોનાથી બચવા માટે ચેહરાને માસ્કથી કવર કર્યો હતો.

Image Credit (instagram/deeceepaps)

મલાઈકાની સામે આવેલી તસ્વીરોની અંદર તમે જોઈ શકો છો કે આ દરમિયાન મલાઈકાએ સ્પોર્ટ્સ બ્રા ઉપર લાલ રંગનો ઓવર કોટ પહેર્યો હતો. જેમાં તેનો લુક ખુબ જ આકર્ષક દેખાઈ રહ્યો હતો.

Photo Credit: Manav Manglani

આ સાથે જ મલાઈકાની હેરસ્ટાઇલ પણ ચર્ચામાં રહી હતી. તેને પોતાના સિલ્કી વાળને બનમાં બાંધ્યા હતા. જેમાં તેનો કાતિલ લુક ચાહકોના દિલ ઉપર કહેર વરસાવી રહ્યો હતો.

Image Credit (instagram/deeceepaps)

સોશિયલ મીડ્યમ વાયરલ થઇ રહેલી તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે મલાઈકાનો આ લુક કેવો આકર્ષક લાગી રહ્યો છે અને તે પોતાની ટોન્ડ બોડી પણ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Deeceepaps (@deeceepaps)

અમદાવાદ એરપોર્ટ ઉપર પણ મલાઈકા સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેને અમદાવાદમાં ગોરધન થાળના સ્વાદિષ્ટ ભોજનિયાં પણ ગ્રહણ કર્યા હતા, જેનો વીડિયો પણ મલાઈકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


મલાઈકાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે હાલ અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. ચાહકો પણ તેને અર્જુન કપૂર સાથે જોવાનું પસંદ કરે છે. એવામાં અમદાવાદની અંદર મલાઈકા અને અર્જુન સાથે ના આવવું પણ ચાહકોને થોડું ખટક્યું છે.

Niraj Patel