મનોરંજન

અર્જુન કપૂર-મલાઈકા અરોરાની ન્યુયોર્ક વેકેશનની તસ્વીરો થઇ વાયરલ, આ રીતે કરી રહયા છે એન્જોય

અર્જુન કપૂર પોતાનો જન્મદિવસ ઉજવવા માટે મલાઈકા અરોરા સાથે ન્યુયોર્ક વેકેશન પર ગયા છે. મલાઈકા અરોરાએ અર્જુન કપૂરને જન્મદિવસ પર એક ખાસ ભેટ પણ આપી હતી. મલાઈકાએ અર્જુન સાથે પોતાની તસ્વીર પહેલીવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. હવે આ ન્યુયોર્ક વેકેશનની બીજી તસ્વીર પણ સામે આવી છે.

મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે જેમાં તે એકલી બેસેલી દેખાય છે. આ તસ્વીરમાં તેને નિયોન કલરના કપડા પહેરેલા છે. આ તસ્વીર શેર કરીને મલાઈકાએ લખ્યું છે, ‘આ સીઝનમાં મારો ફેવરેટ રંગ નિયોન’.

 

View this post on Instagram

 

Basking in neon ….#mycolouroftheseason#nyc#

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

અર્જુન કપૂરના કાકા સંજય કપૂર પણ પત્ની મહીપ કપૂર અને તેમના બાળકો શનાયા અને જહાન સાથે ન્યુયોર્કમાં જ છે. ત્યારે મહીપે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે, જેમાં અર્જુન, મલાઈકા અને તેમની વચ્ચે જહાન ઉભેલો દેખાય છે. આ તસ્વીરમાં મલાઈકા નિયોન આઉટફિટમાં અને અર્જુન કપૂર રેડ ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળી રહયા છે. જહાન કપૂર અર્જુન અને મલાઈકા સાથે એન્જોય કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

#JaiHind 🇮🇳❤️

A post shared by Maheep Kapoor (@maheepkapoor) on

મલાઈકાએ ઇન્સ્ટાગ્રામ પર બંનેની એકસાથે હાથોમાં હાથ નાખીને ઉભેલી તસ્વીર શેર કરીને બર્થડે વિશ કરતા લખ્યું હતું, “હેપ્પી બર્થડે મારા ક્રેઝી, ફની અને અમેઝિંગ અર્જુન કપૂર.” જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જયારે મલાઈકા અને અર્જુન સાથે વેકેશન પર ગયા હોય. આ પહેલા પણ તેઓ માલદીવ સાથે રજાઓ ગાળવા ગયા હતા.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

જણાવી દઈએ કે થોડા સમય પહેલા અર્જુને એક ઇન્ટરવ્યૂમાં મલાઈકા સાથેના પોતાના સંબંધો રપ કહ્યું હતું કે આમાં છુપાવવા જેવું કશું જ નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks