બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક મલાઇકા અરોરા તેની ફિટનેસ અને લુક્સને કારણે ઘણી ચર્ચામાં રહે છે. મલાઇકાને અવાર નવાર જિમ, યોગા ક્લાસ અને ડાંસ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજી તૈયાર જ હોય છે. મલાઇકા જયારે પણ સ્પોટ થાય ત્યારે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.

મલાઇકા અરોરાને હાલમાં જ મુંબઇના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન અદાકારા સિંપલ લુકમાં પણ ઘણી બોલ્ડ લાગી રહી હતી અને એ જ કારણ છે કે લોકોની તેના પરથી નજર પણ હટી રહી ન હતી.

મલાઇકાને તેના દીકરા સાથે સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન અદાકારાએ ખૂબ જ સિંપલ જિમવેર ક્લોથ્સ કેરી કર્યા હતા.

મલાઇકાએ નિયોન ગ્રીન કલરના શોર્ટ્સ અને આ સાથે બ્લેક કલરની ટી શર્ટ પહેરી હતી. તેણે આ સાથે વ્હાઇટ સ્લાઇડર્સ કેરી કર્યા હતા.

મલાઇકા આ સિંપલ લુકમાં પણ ઘણી બોલ્ડ લાગી રહી હતી અને તેનું કારણ હતુ તેના ટોપનું બોલ્ડ નેકલાઇન જે તેને હોટ લુક આપી રહ્યો હતો.

સૌફી ચૌધરીને પણ સ્પોટ કરવામાં આવી હતી. તે ઓલ બ્લેક અટાયરમાં તેના ડોગ સાથે વોક કરતી જોવા મળી હતી.

સૌફીએ આઇવી પાર્કનું ટોપ, લેગિંસ અને કેપ પહેરી હતી. આ સાથે તેણે સિલ્વર વોકિંગ શુઝ કેરી કર્યા હતા.

સૌફીના ટોપની સાઇડમાં ડીપ આર્મહોલ કટ હતો, જે તેના લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહ્યાો હતો.