૪૭ વર્ષની સલમાનની એક્સ ભાભીએ કરાવ્યું ખતરનાક ફોટોશૂટ, જોતા જ હોંશ ખોઈ બેઠશો…
ફેશન અને ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા હંમેશા તેના આકર્ષક લુકના કારણે ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ મલાઈકાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે. તો તેની સાથે અભિનેત્રી અનન્યા પાંડેએ પણ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે, જેમાં બંનેનો એક જ અંદાજ જોવા મળી રહ્યો છે, જેના કારણે ચાહકો પણ કન્ફ્યુઝ છે. (Image Credit: Instagram- Malaika & ananya)
અનન્યા અને મલાઈકા બંનેને તેમની તસવીરો ઉપર ખુબ જ પ્રસંશા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફોટોશૂટ #10YearofArpitaMehtaના પ્રસંગે યોજવામાં આવ્યું હતું.
મલાઈકાની આ તસવીરો ઉપર તેને ગોર્જીયસ અને સ્ટનિંગ કહીને ઘણી જ પ્રસંશાઓ મળી રહી છે. ઘણા ચાહકોએ તો મલાઈકાની આ તસ્વીરોને અત્યાર સુધીની સૌથી સુંદર તસવીરો તરીકે પણ ગણાવી દીધી છે, જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે.
આ તસ્વીરોને શેર કરવાની સાથે મલાઈકાએ અર્પિતા મહેતાને સ્ટનિંગ કોફી ટેબલ બુક ધ મિરરની પ્રસંશા પણ કરી છે અને આ લેબલને 10 વર્ષ પૂર્ણ થવા ઉપર તેમને શુભકામનાઓ પણ આપી છે.
અનન્યાએ પણ પોતાના લેટેસ્ટ ફોટશૂટની ઘણી તસવીરો શેર કરી છે અને MIRRORનો ભાગ બનવા ઉપર ખુશી પણ વ્યક્ત કરી છે.
અનન્યાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. તેની તસવીરો ઉપર પણ ચાહકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.
હાલમાં જ અનન્યાએ પોતાના માલદીવ કલેક્શનની કેટલીક ઝલક સોશિયલ મીડિયામાં શેર કરીને ખુબ જ ચર્ચાઓ મેળવી હતી. અનન્યાએ સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થવાને લઈને પણ કેટલીક વાતો જણાવી હતી.
તો વાત જો મલાઈકાની કરવામાં આવે તો તે હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે, સાથે અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને પણ તે ઘણી જ ચર્ચામાં રહે છે.