કરણ જોહરે મલાઇકાને પૂછી લીધો રાતના રંગરેલિયા સાથે જોડાયેલો એવો સવાલ કે શરમથી પાણી પાણી થઇ ગઇ અભિનેત્રી, તમારી પણ ઉત્સુકતા વધી જશે વાંચશો તો

મલાઇકા અરોરા આ દિવસોમાં તેના શો ‘મૂવિંગ વિથ ઇન મલાઇકા’ને લઇને ઘણી ચર્ચામાં બનેલી છે. આ શોથી તેણે તેનું ડિજિટલ ડેબ્યુ કર્યુ છે. આ શો પર મલાઇકા અરોરા તેની પર્સનલ લાઇફ પર પણ વાત કરી રહી છે. મલાઈકા અરોરાએ આ શોમાં પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. તેણે આ શોમાં અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી છે. જ્યારે, આ શોના છેલ્લા એપિસોડમાં, મલાઈકા અરોરાને તેના બેડરૂમના રહસ્યો વિશે પણ પૂછવામાં આવ્યું ત્યારે તે શરમથી લાલ થઇ ગઇ હતી.

મલાઈકા અરોરાના શો ‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’ના એપિસોડમાં કરણ જોહર ગેસ્ટ તરીકે પહોંચ્યો હતો. આ દરમિયાન મલાઈકા અરોરા અને કરણ જોહરે ઘણી વાતચીત કરી હતી. શો દરમિયાન કરણ જોહરે મલાઈકાને તેની લાઈફ વિશે સવાલ કર્યા હતા. કરણ જોહરે મલાઈકા અરોરાને પૂછ્યું- ‘શું તમે અને અર્જુન કપૂર બેડરૂમમાં પ્રયોગ કરો છો?’ કરણનો આ સવાલ સાંભળીને મલાઈકા અરોરા શરમથી લાલ થઈ ગઈ.

આ સવાલોના જવાબ આપતા અભિનેત્રી થોડી ગભરાય છે. પરંતુ કરણ જોહર આટલે ન અટક્યો, તેણે આગળ પૂછી લીધુ કે, ‘શું તે સેખ્સ ટોયનો ઉપયોગ કરે છે ? શું તેણીએ ક્યારેય હૈંડકફનો ઉપયોગ કર્યો છે, અથવા નર્સનો રોલ પ્લે કર્યો છે ? મલાઈકા અરોરા કરણ જોહરના કોઈપણ પ્રશ્નનો જવાબ આપતી નથી અને શરમાતી રહે છે. અભિનેત્રીનો જવાબ ન મળતાં કરણ જોહર પોતાની સેખ્સ લાઈફ વિશે વાત કરવા લાગે છે.

તે કહે છે કે ‘મેં એકવાર રોલ પ્લે કરવાનો પ્રયાસ કર્યો છે. મેં પોલીસની ભૂમિકા ભજવી હતી. પરંતુ હું ખરાબ રીતે નિષ્ફળ ગયો કારણ કે પોલીસનો પોશાક મને ફિટ ન હતો. હું સિંઘમ બનવા માંગતો હતો. આ સાંભળીને મલાઈકા અરોરા હસવા લાગે છે. આ ઉપરાંત કરણે મલાઈકાને તેના લગ્નના પ્લાન વિશે પણ પૂછ્યું હતુ. જેના પર મલાઈકાએ જવાબ આપ્યો કે તે આ ફક્ત એટલા માટે પૂછી રહ્યો છે કારણ કે તે લગ્નનો ભાગ બનવા માંગે છે.

Shah Jina