કરીના-કરિશ્મા કપૂરની ફોઈએ દીકરા અરમાન જૈનના લગ્ન પછી મુંબઇમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડ હસ્તીઓએ હાજરી આપીને સમારોહને શાહી બનાવી દીધો હતો.

અરમાન જૈનના રિસેપ્શનમાં એમ તો બધી હસ્તીઓ આકર્ષણનું કેન્દ્ર રહી, પણ બધાની જ નજરો બોલીવૂડના લવ બર્ડ્સ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પર હતી.

આ ખાસ પ્રસંગે આ બંને સ્ટાર્સે એકસાથે એન્ટ્રી લીધી હતી. આ બંનેએ મીડિયા સામે જબરદસ્ત પોઝ પણ આપ્યા હતા જેમાં તેમની કેમિસ્ટ્રી જોવા જેવી હતી. મલાઇકાએ આ ખાસ પ્રસંગે લાલ રંગની સ્ટાઇલિશ સાડી પહેરી હતી. ગળામાં નેકલેસ અને ખુલ્લા વાળ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહયા હતા.

તો બીજી તરફ અર્જુન કપૂરે લીલી શેરવાની સાથે બ્લુ પાયજામો પહેર્યો હતો. બંને એક સાથે ઘણા સારા દેખાઈ રહયા હતા. જો કે આ બંને સ્ટાર્સ અરમાન જૈનના લગ્નમાં જોવા મળ્યા ન હતા. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે અર્જુન અને મલાઈકા એક સાથે કોઈ ફંક્શનમાં પહોંચ્યા હોય.

આ પહેલા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના રિસેપ્શનમાં પણ બંને એક સાથે જોવા મળ્યાં હતાં. તે સમયે, અર્જુને બ્લેક લોન્ગ કોટ પહેર્યો હતો, જ્યારે મલાઈકાએ ગોલ્ડન અને સિલ્વર કલરના કોમ્બીનેશનનો લહેંગો પહેર્યો હતો.

જણાવી દઈએ કે, મલાઈકા અને અર્જુને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમના સંબંધોનો ખુલાસો કર્યો હતો. આ પોસ્ટમાં, બંને એકબીજાના હાથ પકડીને જોવા મળ્યા હતા.

થોડા દિવસો પહેલા મલાઈકાએ તેના લગ્ન અંગે નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં મલાઈએ કહ્યું હતું કે- ‘મારા લગ્ન બીચ પર થશે અને બધું જ સફેદ હશે. મને લગ્નમાં બધી જ વસ્તુઓ સફેદ જોઈએ છે. એલી સાબ ગાઉન પહેરીશ. બ્રાઈડસમેડ મારી ગર્લગેંગ હશે. મને બ્રાઈડસમેડનો કોન્સેપટ ખૂબ પસંદ છે.’
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.