વિદેશી પ્રેમની નગરીમાં દિવસ અને રાત એકબીજાને ખુબ પ્રેમ કરી રહ્યા છે મલાઈકા અર્જુન, તસવીરો જોઈને ભલભલાને જલસ થશે

સ્વર્ગ જેવી સુંદર વિદેશની પ્રેમ નગરીમાં દિવસ અને રાત એકબીજાને ખુબ પ્રેમ કરી રહ્યા છે મલાઈકા અર્જુન, તસવીરો જોઈને ભલભલાને જલસ થશે

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા થોડા દિવસો પહેલા વેકેશન પર નીકળ્યા હતા અને અત્યારે બંને તેમની રજાઓ પેરિસમાં એન્જોય કરી રહ્યા છે. અર્જુન કપૂરે તેનો 37મોં જન્મ દિવસ મલાઈકા અરોરા સાથે દુનિયાના સૌથી રોમાન્ટિક શહેર પેરિસમાં ઉજવ્યો હતો. કપલ થોડાક દિવસો પહેલા પેરિસમાં જન્મ દિવસ ઉજવવા રવાના થઇ ગયા હતા. અર્જુન અને મલાઈકા બંને સોશિયલ મીડિયા પર તેમના વેકેશનની તસવીરો શેર કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અર્જુન કપૂરે મલાઈકાની સાથે કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી હતી.

અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી હતી તેમાં અર્જુન કપૂર સેલ્ફી લઇ રહ્યા છે તો મલાઈકા તેની પાછળ ઉભેલી છે. આ દરમ્યાન બંને થોડા કોઝી થતા પણ નજર આવી રહ્યા છે. કપલની પાછળ ઍફીલ ટાવર પણ નજર આવી રહ્યું છે જેની બાજુ એક તસવીરમાં મલાઈકા ઈશારો કરતી નજર આવી રહી છે. તસવીરો શેર કરતા અર્જુન કપૂરે લખ્યું હતું કે, ઍફીલ ગુડ, મને ખબર હતી નહિ, હું કરીશ.

તેની સાથે જ અર્જુન કપૂરે મલાઈકાની સાથે સ્ટોરી પણ શેર કરી હતી જેમાં મલાઈકાએ તેની સ્ટોરીમાં શેર કરતા હાર્ટ ઈમોજી લગાવ્યું હતું. બંને તેમની તસવીરોથી કપલ ગોલ્સ આપી રહ્યા હતા. મલાઈકા અરોરાએ આ ટ્રીપની કેટલીક શાનદાર તસવીરો પણ શેર કરી હતી જેમાં તે અર્જુન કપૂર પર ખુબ પ્રેમ વરસાવતી નજર આવી હતી. મલાઈકા અને અર્જુન બંને દુનિયાના મશહૂર ઍફીલ ટાવરની સામે પોઝ આપતા નજર આવ્યા હતા.

ગ્રીન કલરના ઓવરસાઈઝ સૂટમાં મલાઈકા ખુબ સ્ટાઈલિશ લાગી રહી છે તો તેમજ અર્જુન કપૂર પણ સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપતા નજર આવ્યા હતા. બંનેએ આ હોલી ડેને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી નહતી. કપલની શાનદાર તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે.

અર્જુન તેની પ્રાઇવેટ લાઈફને પોતાના સુધી જ રાખવાનું પસંદ કરે છે પરંતુ આ વખતે અર્જુન અને મલાઈકા બંનેએ તેના રોમેન્ટિક હોલીડેની ઘણી બધી તસવીરો ચાહકો સાથે શેર કરી હતી જેની પર તેમના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મલાઈકા અને અર્જુન જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે પરંતુ અત્યારે કપલ તેમનો ક્વોલિટી ટાઈમ એન્જોય કરી રહ્યા છે.

Patel Meet