મા-દીકરાની જોડી કહી ટ્રોલ કરનાર લોકોને જયારે મલાઇકા-અર્જુને આપ્યો પોતાની સ્ટાઇલથી જવાબ, એક જ ઝાટકામાં જણાવી દીધુ કે અસલી બોસ કોણ

આ બંને માં દીકરા જેવા દેખાય છે? જુઓ મલાઇકા-અર્જુને આપ્યો મુંહતોડ જવાબ

બોલિવુડની ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહી છે.

તેઓ તેમના રિલેશનને લઇને ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. મલાઇકા અને અર્જુન તેમના રિલેશનને લઇને કેટલા સીરિયસસ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે અદાકારા અર્જુનને ફેમીલી-ફ્રેંડ્સ અને દીકરા સાથે હેંગઆઉટ કરવા દરમિયાન પણ ઇન્વાઇટ કરતી હોય છે. એ વાત અલગ છે કે બંનેને સાથે જોઇ કેટલાક યુઝર્સ તેમના સંબંધ પર અલગ અલગ વાતો કરે છે.

Image source

કેટલાક લોકો તો બંનેને મા-દીકરાની જોડી કહીને પણ બોલાવતા હોય છે તો તેમાંના કેટલાક બંનેની ઉંમર પર નિશાનો સાધતા હોય છે. જો કે, દુનિયાવાળા જે પણ કહે તેની ફિક્ર મલાઇકા અને અર્જુન કરતા નથી. પરંતુ તેઓ કયારેક કયારેક તેમની જબરદસ્ત સ્ટાઇલથી લોકોનું મોં બંધ કરતા જોવા મળે છે.

કોરોના કાળ પહેલા અર્જુન કપૂર અને મલાઇકા અરોરા માલદીવમાં વેકેશન મનાવવા ગયા હતા. જયા ખુલ્લેઆમ મલાઇકાએ અર્જુન કપૂર સાથે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો હતો. આ દરમિયાન મલાઇકાએ બોટનેક વ્હાઇટ ક્રોપ ટોપ સાથે સ્ટ્રાઇપ પેટર્ન વાળો જંપસૂટ તેમજ અર્જુન કપૂરે બ્લેક ટી શર્ટ અને જીન્સમાં રફ એન્ડ ટફવાળા લુકમાં જોવા મળ્યા હતા.

મલાઇકા-અર્જુન ઘણીવાર એકસાથે હેંગઆઉટ કરતા જોવા મળે છે. આ દરમિયાન તે બંનેનો સ્ટાઇલિશ લુક જોવા મળતો હોય છે. તેઓ ઘણીવાર એકબીજાને કોમ્પ્લિમેંટ આપતા પોતાના માટે એક જેવા કપડા પસંદ કરે છે. આવો જ એક લુક ત્યારે જોવા મળ્યો હતો જયારે મલાઇકાને Balmain Parisના વ્હાઇટ ટેંક ટોપ અને બ્લૂ જીન્સમાં તેમજ અર્જુનને Gucciની બ્લેક ટી શર્ટ અને ડેનિમ જીન્સમાં સ્પોટ કરવામાં આવ્યા હતા.

કરીના કપૂર ખાનના કઝિન અરમાન જૈન અને અનીષા મલ્હોત્રાના લગ્નમાં મલાઇકા અરોરા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે પહોંચી હતી. જયાં તેણે રેડ સાડીમાં તહેલકો મચાવી દીધો હતો. આ સ્ટાર સ્ટડ સાંજ માટે મલાઇકાએ ઇન્ડિયન ફેમસ ડિઝાઇનર અમિત અગ્રવાલની ડિઝાઇન કરેલી મૈટેલિક સાડી પહેરી હતી જયારે અર્જુન કપૂરે તેના માટે રોયલ લુક પસંદ કર્યો હતો.

જયારે મલાઇકા અરોરા અને અર્જુન કપૂરના રિલેશનની કોઇને ખબર ન હતી ત્યારે પણ તે બંને કપલ ગોલ્સ આપવાનું ભૂલ્યા ન હતા. એક ફેશન શો દરમિયાન મલાઇકા જયાં બ્લેક ચેક્ડ પેંટ સૂટમાં જોવા મળી હતી, ત્યા અર્જુન કપૂર પ્રિંટ નેહરૂ જેકેટ અને બ્લેક શર્ટમાં જોવા મળ્યા હતા.

ક્રિસમસ પર મલાઇકા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરને લઇ માતાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન બંને સુપર સ્ટાઇલિશ આઉટફિટમાં સ્પોટ થયા હતા. મલાઇકા બ્લૂ શોર્ટ લેંથ વેલવેટ રોમ્પરમાં હસીના લાગી હતી અને અર્જુન કપૂર બ્લેક હુડી અને જીન્સમાં કમાલ લાગી રહ્યા હતા.

Shah Jina