બોલીવુડમાં આજકાલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના પ્રેમ જગજાહેર થઇ ગયો છે. મલાઈકા અને અર્જુન એકબીજા સાથે લાંબા સમયટી રિલેશનમાં છે. બન્નેના અફેરની હવે બધાને ખબર છે. મલાઈકા અને અર્જુન એકબીજાને લઈને સિરિયસ પણ છે.

અર્જુન અને મલાઈકા ક્યાંય ને ક્યાંય સ્પોટ થતા જ રહે છે. ખાસ વાત તો એ છે કે, અર્જુન અને મલાઈકા વેકેશન ગાળવા પણ જાય છે. અરબાઝ ખાન સાથે ડાઇવોર્સ લીધા બાદ મલાઈકા પુરી રીતે અર્જુનની જ થઇ ગઈ છે.

થોડા સમય પહેલા બને સાથે ન્યુયોર્ક વેકેશન ગાળવા ગયા હતા. જ્યાં અર્જુન કપૂરે તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સાથે જ મલાઈકા સાથે ટાઈમ પણ પસાર કર્યો હતો. ત્યારે ફરી એક વાર બન્ને વેકેશન માણવા ગયા છે.

વેકેશન પર જતા પહેલા અર્જુન અને મલાઈકાએ Lakme Fashion Week 2019માં રેમ્પ વોક કર્યું હતું. અર્જુને તેના દોસ્ત કૃણાલ રાવલ ના અને મલાઈકાએ ડિઝાઈનર દિવ્યા રાજવીર માટે વોક કર્યું હતું.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આજકાલ જર્મનીમાં વેકેશન માણી રહ્યા છે. બન્ને હાલ જર્મનીમાં ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. બન્નેએ સોશિલ મીડિયામાં તેના લવ વેકેશનની તસ્વીર પણ શેર કરી છે. જેમાં સાફ જોઈ શકાય છે કેબન્ને એકબીજા સાથે કેટલો કિંમતી સમય વિતાવી રહ્યા છે.

મલાઈકાએ ઇન્સ્ટા સ્ટોરીમાં તસવીરો શેર કરી છે. આ તસ્વીરમાં મલાઈકા સમુદ્રની વચ્ચે જોવા મળી રહી છે. મલાઈકા સિવાય અર્જુનને પણ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અર્જુન પોઝ દેતો નજરે ચડે છે. આ દરમિયાન અર્જુન ઘણો હેન્ડસમ લાગી રહ્યો હતો.

મલાઈકા અર્જુનની આ તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.બન્નેની આ તસ્વીર ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહી છે.
હાલમાં જ મલાઈકાએ અર્જુનને લઈને વાત કરી હતી. મલાઈકાએ અર્જુનને મળતી નેગેટિવ કમેન્ટને લઈને કહ્યું હતું કે, નેગેટિવ વાતને લઈને મારા કે અર્જુનના રિલેશનમાં કોઈ ફરક નથી પડવાનો.
વધુમાં મલાઈકાએ કહ્યું હતું કે, તમને લોકોને રોકી તો ના શકાય. તે તમારા ખુદના વિચાર છે. લોકો હંમેશા વસ્તુઓએ માપે છે. જો તમે ધંધામાં હોય તો તમને આદત હશે. ટ્રોલિંગ પણ કોઈ સાથે થઇ શકે છે. મલાઈકાએ અર્જુનના બર્થડે પર તસ્વીર શેર કરીને તેના સંબંધને જાહેર કર્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અર્જુન કપૂર જલ્દી જ કૃતિ સેનન સાથે ફિલ્મ પાણીપતમાં નજરે આવશે. છેલ્લે અર્જુન કપૂર ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડમાં નજરે આવ્યો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks