મલાઇકા-જાહ્નવીએ નાની નાની નિક્કર પહેરી ફ્લોન્ટ કર્યા લેગ્સ, ઉફ્ફ્ફ જુઓ
બોલિવુડ અભિનેત્રીઓ મલાઇકા અરોરા અને જાહ્નવી કપૂર વચ્ચેનો બોન્ડ ધીરે ધીરે વધી રહ્યો છે. બંનેને થોડા સમય પહેલા જ ડિનર એન્જોય કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. આમ તો બંને વચ્ચે અર્જુન કપૂર એક કોમન લિંક છે. પરંતુ ફેશનની વાત આવે તો તેમાં પણ બંનેના સિલેક્શન થોડા ઘણા એક જેવા નજર આવે છે. જીમ આઉટફિટ મામલે ખાસ કરીને બંનેને કેટલાક કલર પ્રત્યે ઘણો લગાવ છે, તે આજે સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે.
આજે અજાણતા જ પણ મલાઇકા અને જાહ્નવીને મેચિંગ કપડામાં સ્પોટ કરવામાં આવી હતી. આ હસીનાઓ નિયોન ગ્રીન કલરના વર્કઆઉટ આઉટફિટમાં સ્પોટ થઇ હતી. જાહ્નવીને આ ગ્રીન શોર્ટ્સમાં વારંવાર સ્પોટ કરવામાં આવી છે. વર્કઆઉટ સેશનને લઇને ઇન્સ્ટાગ્રામ તસવીરો સુધી તેને આ બોટમ્સમાં લોકો જોઇ રહ્યા છે.
જાહ્નવી જે શોર્ટ્સ પહેર્યો છે, તેની લંબાઇ ઘણી ટૂંકી છે અને આ જ કારણે તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ થઇ રહ્યા છે. આ બાજુ મલાઇકાની વાત કરીએ તો, જાહ્નવી બાદ મલાઇકાને આ કોમ્બિનેશનના આઉટફિટમાં સ્પોટ કરવામાં આવી હતી. તેણે પણ આ કપડાને ઘણીવાર કેરી કર્યા છે. મલાઇકા નિયોન ગ્રીન શોર્ટ્સને મોર્નિંગ વોકથી લઇને યોગા સુધી પહેરીને જતી જોવા મળે છે. જાહ્નવીની જેમઆ આઉટફિટમાં તેના સુપર ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ થઇ રહ્યા હતા.
જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.
ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.
મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે.
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.
મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.