મનોરંજન

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની રોમેન્ટિક ડેટનો થયો કબાડો, રેસ્ટોરન્ટમાં ના મળ્યું ટેબલ, અને પછી

બૉલીવુડ એકટર અર્જુન કપૂર અને બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગળાડૂબમાં પ્રેમમાં છે.

Image Source

છેલ્લા ઘણા સમયથી બંનેના લગ્નની અફવાએ જોર પકડ્યું છે. બંને લગ્ન કયારે કરશે તે તો વિચારવાનું રહ્યું પરંતુ બંને એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે.

Image Source

મલાઈકા અરોરા આજકાલ ટીવી રિયાલિટી શો ‘ઇન્ડિયા બેસ્ટ ડાન્સર’ને જજ કરી રહી છે. આ શોમાં તેની સાથે કોરિયોગ્રાફર ગીતા કપૂર અને ટેરેન્સ અને લુઈસ નજરે આવી રહ્યા છે.

Image Source

અર્જુન અને મલાઈકા ક્યાંકને ક્યાંક તો સ્પોટ થતા જ રહે છે. હાલમાં જ મલાઈકા અને અર્જુન ડિનર ડેટ પર પહોંચ્યા હતા.

Image Source

અહીં મલાઈકા વ્હાઇટ ડ્રેસમાં જયારે અર્જુન બ્લેક ટીશર્ટ અને કાર્ગોમાં નજરે આવ્યો હતો. મલાઈકા અહીં નો મેકઅપ લુકમાં પણ બેહદ ખુબસુરત લાગી રહી હતી. પરંતુ અર્જુન અને મલાઈકા બંને સાથે દાવ થઇ ગયો હતો

Image Source

વાત એમ બની હતી કે, બંને ડિનર ડેટ પર ગયા પ્રતનું ભીડના કારણે બેસવાની જગ્યા ના મળી કારણકે રેસ્ટોરન્ટ ખીચોખીચ ભરેલું હતું.

Image Source

ડિનર ડેટ ફ્લોપ જવાને કારણે બંનેએ ગુસ્સે થવાને બદલે ફૂડ પેક કરાવી લીધી હતું. બંને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા હોય તેવી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image Source

કેમેરાની જોતા જ બંનેએ નજર ચૂકવીને મીડિયાને પોઝ આપ્યા વગર આગળ વધી ગયા હતા. બંનેએ ફેન્સ સાથે સેલ્ફી લીધી હતી.

Image Source

જણાવી દઈએ કે, મલાઈકા ભલે ફિલ્મોમાં કામ ના કરતી હોય પરંતુ તેની પાસે કામની કમી નથી. તે ફેશન શોમાં નજરે આવતી રહે છે.

Image Source

મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મલાઈકા તેના ફોટોશૂટની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

Image Source

અર્જુન કપૂરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ફિલ્મ ‘પાણીપત’માં નજરે આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ઉખાડી શકી ના હતી.

Image Source

હાલ અર્જુન કપૂર પાસે ફિલ્મ સંદીપ અને પિંકી ફરાર છે. જેમાં તે પરિણીતી ચોપરા સાથે નજરે આવશે. અર્જુન કપૂરની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ અને નમસ્તે લંડન જેવી ફિલ્મો ફ્લોપ રહી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.