છૂપતા-છૂપતા અર્જુન કપૂર સાથે કરીનાના ઘરે પહોંચી મલાઇકા, બેગથી છૂપાવી રહી હતી ડ્રેસ

લૂઝ શર્ટ અને લોન્ગ બૂટ્સમાં અર્જુન કપૂર સાથે કરીના કપૂરના ઘરે પહોંચી મલાઇકા અરોરા, ફેન્સે કહ્યું મોઢું કેમ છુપાવ્યું? જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

બધા લોકો જાણે જ છે કે મલાઇકા અરોરા ફિટનેસ ફ્રીક છે અને તે તેની ફિટનેસ બાબતે સજાગ રહે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. હવે તે કોઇ પાર્ટીમાં જવા માટે નીકળે કે પછી રેગ્યુુલર જીમ એક્સરસાઇઝ માટે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે,

ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે. મલાઇકા અરોરા અને તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર ઘણા સમય બાદ એકસાથે સ્પોટ થયા હતા. બંને મલાઇકાની ખાસ મિત્ર અને અભિનેત્રી કરીના કપૂર ખાનના ઘરે પહોંચ્યા હતા.

આ દરમિયાન મલાઇકા જે અંદાજમાં જોવા મળી, તેની ઘણી ચર્ચા થઇ રહી હતી. તે લૂઝ શર્ટ અને લોન્ગ બૂટ્સમાં સ્પોટ થઇ હતી. મલાઇકાને રવિવારે બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે બાંદ્રા સ્થિત કરીનાના ઘરે સ્પોટ કરવામાં આવી હતી.

મલાઇકા એ આ દરમિયાન બ્લેક કલરના લોન્ગ બૂટ કેરી કર્યા હતા અને આ સાથે વ્હાઇટ લૂઝ શર્ટ પહેર્યો હતો. તેની સાથે હાથમાં એક મોટુ બેગ પણ હતુ. મલાઇકાએ આ દરમિયાન સેફ્ટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ. ત્યાં જ અર્જુન કપૂર કારમાં બેઠેલા જોવા મળ્ય હતા. એવું માનવામાં આવી રહ્યુ છે કે,

મલાઇકા અને અર્જુન બંને એક જ કારથી અહી પહોંચ્યા હતા. મલાઇકા કેમેરાને જોતા જ નજર બચાવતા ફટાફટ કરીનાના ઘરની અંદર જતી રહી હતી. અર્જુન કપૂર કારમાં બેઠેલા જ જોવા મળ્યા હતા. આ દરમિયાન એવું લાગી રહ્યુ હતુ કે મલાઇકા તેની ડ્રેસને કારણે થોડુ અસહજ મહેસૂસ કરી રહી હતી.

તે ઘણીવાર બેગથી ડ્રેસને છૂપાવતી પણ કેમેરામાં કેદ થઇ હતી. અર્જુન કપૂરના લુકની વાત કરીએ તો, તેમણે કેઝ્યુઅલ લુક સાથે બ્લેક ગ્લાસેસ કેરી કર્યા હતા, તેઓ આ દરમિયાન હૈંડસમ લાગી રહ્યા હતા.

જણાવી દઇએ કે મલાઇકા અને અર્જુન બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. કોરોના લોકડાઉન સમયે પણ અર્જુન મલાઇકાના ઘરમાં જોવા મળ્યા હતા. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina