ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે થયેલ પાર્ટીમાં પહોંચી મલાઇકા અરોરા, બોલ્ડ અંદાજે ચાહકોના છોડાવ્યા છક્કા

મલાઇકા અરોરા પડી ગઇ બધા પર ભારી…એવો બ્યુટીફૂલ ડ્રેસ પહેર્યો કે બધા પાછળ પડી ગયા- જુઓ PHOTOS

મનીષ મલ્હોત્રાના ઘરે એકવાર ફરી સ્ટાર્સની મહેફિલ જામી હતી. ઘણી અભિનેત્રીઓ ઇન્ડસ્ટ્રીના ફેમસ ફેશન ડિઝાઇનરના ઘરે ભેગા થયા હતા. મનીષ મલ્હોત્રાના ઘરે થઇ રહેલી પાર્ટીમાં મલાઇકા અરોરા, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા જેવી અનેક અભિનેત્રીઓ સામેલ થઇ હતી. પરંતુ બધા પર મલાઇકા અરોરાનો બોલ્ડ અંદાજ ભારે પડી ગયો. બધી હસીનાઓ ખૂબસુરત અંદાજમાં મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી રહી હતી.

ગુરુવારે રાત્રે થયેલ પાર્ટીમાં મહીપ કપૂર અને સીમા ખાન પણ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં કરીના કપૂર નજર આવી ન હતી. કરીના તેના બર્થ ડે માટે પરિવાર સાથે માલદીવ ગઇ હતી, જયાંથી તે સાંજે પરત ફરી હતી. બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરાને મોડી રાત્રે મુંબઇમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન આ હસીના ઘણી શાનદાર અવતારમાં સ્પોટ થઇ  હતી. મલાઇકાએ મનીષ મલ્હોત્રાના ઘર બહાર પેપરાજીને ઘણા પોઝ પણ આપ્યા હતા.

આ પાર્ટી માટે તેણે બ્લેક બોડીકોન ગાઉન પસંદ કર્યુ હતુ. જે ખૂબ જ શાનદાર અંદાજમાં તેણે કેરી કર્યુ હતુ. આ બ્લેક લુક સાથે મલાઇકાએ હાઇ હીલ્સ અને પર્સ સાથે ટીમ અપ કર્યુ હતુ. સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, તેણે મેકઅપ પણ ઘણો જ સરસ કર્યો હતો, જે આ લુકને પરફેક્ટ ટચ આપી રહ્યો હતો.

આ દરમિયાન ગાડીમાં બેસતા અને ઉતરતા સમયે મલાઇકા તેના ડ્રેસને લઇને સાવધાની રાખી રહી હતી. તેણે વાળને મેસી બનમાં બાંધેલા હતા. જણાવી દઇએ કે, મલાઇકા મનીષ મલ્હોત્રાની ઘણી જ સારી મિત્ર છે અને ઘણીવાર તેઓ એકસાથે પાર્ટી કરતા જોવા મળતા હોય છે. મનીષ મલ્હોત્રાના ઘરે થયેલ પાર્ટીમાં અનન્યાં પાંડે પણ જોવા મળી હતી. આ દરમિયાાન લોકોની નજર અનન્યા પર ટકી ગઇ હતી.

મનીષ મલ્હોત્રાના ઘરે થયેલ પાર્ટીમાં બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ પહોંચી હતી. આ પાર્ટીમાં કરણ જોહર પણ સામેલ થયા હતા તેમજ કરીના કપૂરની બહેન અને બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર પણ પાર્ટીમાં પહોંચી હતી.

મલાઇકાની વાત કરીએ તો, તે હાલમાં એમટીવી શો “સુપરમોડલ ઓફ ધ યર” સિઝન 2ને લઇને ચર્ચામાં છે. તે તેમાં ગેસ્ટ તરીકે સામેલ થઇ હતી. આ શોને મિલિંદ સોમન હોસ્ટ કરે છે. હાલ મિલિંદ સોમન અને મલાઇકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ 38 સેકન્ડના વીડિયોમાં મિલિંદ સોમન મલાઇકાને પૂછે છે કે તેમનો આઇડિયલ મેન કેવો હોવો જોઇએ ?

આ પર મલાઇકાએ કહ્યુ કે, મને અસલમાં રફ છોકરાઓ પસંદ છે, જે ઘણુ ફ્લર્ટ કરે છે. જે સારી રીતે કિસ કરી શકે. મને ચીકણા છોકરાઓ પસંદ નથી. મલાઇકાએ એ પણ કહ્યુ કે, અર્જુન કપૂર તેને સૌથી સારી કિસ કરે છે. મિલિંદ સોમને આગળ મલાઇકાને પૂછ્યુ કે, અર્જુન કપૂરને લાસ્ટ મેસેજ શુ કર્યો હતો. આ સવાલના જવાબમાં મલાઇકા શરમાઇ ગઇ અને તેણે મેસેજ વાંચી કહ્યુ કે, આઇ લવ યુ ટુ મેસેજ કર્યો હતો.

મિલિંદે પૂછ્યુ કે, તમને સારી રીતે કોણ જાણે છે, તેના જવાબમાં મલાઇકાએ અર્જુન કપૂરનું નામ લીધુ. મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વર્ષ 2019થી ચાહકોને કપલ ગોલ્સ આપી રહ્યા છે. બંનેના રોમાન્સની ઇન્ટરનેટ પર ઘણી ચર્ચાઓ થતી હોય છે. રોમેન્ટિક હોલિડેથી લઇને ફેમીલી સાથે ગેટ ટુ ગેધર સુધી કપલ એક સાથે હંમેશા ખુશ જોવા મળે છે.

Shah Jina