અર્જુન કપૂરને ડેટ કરવા પર મલાઇકા અરોરાને કહેવામાં આવે છે એવા એવા શબ્દો કે છલકાયુ દર્દ ! કહ્યુ- આપણે એવા સમાજમાં રહીએ છીએ જે…

બ્રેકઅપ-છૂટાછેડા પર મલાઇકા અરોરાનું દુઃખ છલકાયું, લોકો કહે છે બુઢ્ઢી અને…

મલાઈકા અરોરાનું માનવું છે કે ભારતમાં મહિલાઓના સંબંધને લઈને ખોટો અભિગમ છે. લોકો ઘણી વાર કોઈ મહિલા માટે તેનાથી નાની ઉંમરના પુરુષને ડેટ કરવાને અપવિત્ર માને છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે જ્યારે કોઈ મહિલા તેના કરતા નાના વ્યક્તિને ડેટ કરે છે ત્યારે તેને ‘ડેસ્પરેટ’ અને વૃદ્ધ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાની ગણતરી બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે.

લોકોને તેની સ્ટાઈલ ગમે છે. તે હંમેશા નિર્ભય વ્યક્તિત્વ રહી છે જેણે ટ્રોલિંગ અને બિનજરૂરી ટીકા છતાં પોતાનું માથું ઉંચુ રાખ્યું છે. મલાઈકા ઘણીવાર તેની ફેશન સેન્સ અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર કે જે મલાઇકાથી 12 વર્ષ નાનો છે તેને ડેટ કરવા માટે ટ્રોલ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મલાઈકાના છૂટાછેડા થઈ ગયા છે અને તે એક પુત્રની માતા છે.

મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના 19 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. આ પછી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધોની ચર્ચાઓ શરૂ થઈ હતી. મલાઈકા-અરબાઝનો એક પુત્ર પણ છે.

‘હેલો’ સાથેની વાતચીતમાં મલાઈકાએ પોતાના અંગત જીવન વિશે વાત કરતા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે આપણા દેશમાં સ્ત્રીના સંબંધો પ્રત્યે ખોટો અભિગમ છે. મલાઈકાએ કહ્યું, “મહિલાઓ માટે બ્રેકઅપ કે ડિવોર્સ પછી જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે. આપણા દેશમાં સ્ત્રી સંબંધો વિશે એક ગેરસમજ છે. સ્ત્રી માટે ઘણી વાર નાની ઉંમરના પુરુષને ડેટ કરવુ એ અવિચારી માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaarorazone)

મલાઈકાએ વધુમાં કહ્યું કે છૂટાછેડા પછી મહિલાઓના જીવનમાં તે જરૂરી છે. તેણે એમ પણ કહ્યું કે તે એક મજબૂત મહિલા છે અને બદલાવ આવી રહ્યો છે. તેણે કહ્યું, “હું દરરોજ મજબૂત, ફિટ અને ખુશ છું તેની ખાતરી કરવા માટે હું મારી જાત પર કામ કરું છું.” બધા જાણે છે કે, મલાઈકા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર કરતા મોટી છે. આવી સ્થિતિમાં, જ્યારે તેને એકવાર પૂછવામાં આવ્યું કે શું બંને વચ્ચેની ઉંમરનો તફાવત તેમના સંબંધોને અલગ બનાવે છે ?

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaarorazone)

આ બ્યુટી ક્વીનએ કહ્યું કે તેનાથી તેને અને અર્જુનને કોઈ વાંધો નથી, પરંતુ સમાજ સંપૂર્ણપણે અલગ બાબત છે. મલાઈકા કહે છે, “કમનસીબે, આપણે એવા સમાજમાં રહીએ છીએ જે સમય સાથે આગળ વધવાનો ઈન્કાર કરે છે. નાની છોકરી સાથે રોમાન્સ કરતો વૃદ્ધ પુરુષ દરેક જગ્યાએ વખણાય છે, પરંતુ જ્યારે સ્ત્રી મોટી હોય તો તેને ‘ડેસ્પરેટ’, ‘વૃદ્ધ’ કહેવામાં આવે છે. જેઓ આવું વિચારે છે તેમના માટે મારી પાસે એક જ વાક્ય છે : ટેક અ ફ્લાઈંગ.

Shah Jina