આમલેટ બનાવી રહ્યો હતો આ લારી વાળો અને અચાનક જ ઇંડામાંથી નીકળ્યું જીવતું બચ્ચું? જુઓ વીડિયોમાં પછી શું થયું…

સોશિયલ મીડિયા ઉપર ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો રોજ બરોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોને જોઈને તો આપણે પણ હેરાન રહી જતા હોય છે, તો ઘણા વીડિયોમાં એવા એવા ફૂડ જોવા મળે છે કે જોઈને આપણને પણ ચક્કર આવી જાય. તો હાલમાં સોશિયલ મીડિયામાં એક અનોખો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘણા વીડિયોને જોઈને આપણને આપણી આંખો ઉપર પણ વિશ્વાસ નથી થતો, ત્યારે હાલ આ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે, જેને જોઈને લોકો પણ તેને અશક્ય કહી રહ્યા છે. ઘણા લોકોને આ વીડિયોને જોઈને પોતાની આંખો ઉપર પણ વિશ્વાસ નથી આવી રહ્યો.

વાયરલ થઇ રહેલો આ વીડિયો એક ઈંડાની લારીનો છે. જ્યાં એક દુકાનદાર ખુબ જ આરામથી તવા ઉપર ઈંડા ફોડી અને આમલેટ બનાવી રહ્યો છે. પરંતુ આ દરમિયાન જ ઈંડા ફોડતી વખતે જે ઘટના બને છે તેને જોઈને આસપાસ ઉભેલા લોકો સાથે સોશિયલ મીડિયામાં વીડિયો જોનારા પણ હેરાન રહી જાય છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે દુકાનદાર પહેલા એક ઈંડુ ફોડે છે અને તવા ઉપર નાખે છે, પછી બીજું ઈંડુ લે છે અને તેને ફોડે છે, એ દરમિયાન જ ઇંડામાંથી જીવતું મરઘીનું બચ્ચું નીકળે છે અને તે કૂદીને ચાલવા લાગે છે, ત્યારે જ દુકાનદાર તેને પકડી લે છે. હવે લોકો એમ વિચારી રહ્યા છે કે આખરે આ બચ્ચું ઇંડામાંથી આવ્યું કેવી રીતે ? જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel