ફિલ્મી દુનિયા

આ મામલે હાઇકોર્ટ પહોંચ્યા અજય દેવગણ, શાહરુખ ખાન, સલમાન ખાન સહીતના 34 દિગ્ગ્જ

બૉલીવુડ એસોશિએશન દ્વારા 2 ખાનગી ચેનલો વિરુદ્ધ દિલ્લી હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આ અરજીમાં બોલીવુડના 4 એસોસિએશન સહીત 34 ફિલ્મ નિર્માતા શામેલ છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ જે રીતે બૉલિવૂડને ટાર્ગેટ કરીને ચોવીસે કલાકની મીડિયા ટ્રાયલ શરૂ કરી હતી. દાખલ થયેલી FIRમાં રિપબ્લિક ટીવી અને તેના અર્નબ ગોસ્વામી તથા પ્રદીપ ભંડારી ઉપરાંત ટાઇમ્સ નાઉ ચેનલનાં નવિકા કુમાર તથા રાહુલ શિવશંકરનાં નામો છે.

Image source

ચાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને 34 પ્રમુખ પ્રોડક્શન હાઉસની સાથે-સાથે યશરાજ ફિલ્મ્સ અને આર એસ એન્ટરટેનમેન્ટ દ્વારા ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે બોલિવૂડ અને તેના સભ્યોની વિરુદ્ધ બેજવાબદાર, અપમાન જનક ટિપ્પણીઓના કરવી અને મીડિયા ટ્રાયલ ન ચલાવવી સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોના રાઇટ ટુ પ્રાઇવસીને માન આપવું જોઇએ.

Image source

આ અવાજ ઉઠાવવામાં આ લિસ્ટમાં સિદ્ધાર્થ રોય કપૂર, શાહરુખ ખાન, ઝોયા અખ્તર, સલમાન ખાન, આમિર ખાન, ફરહાન અખ્તર, કરણ જોહર, અક્ષય કુમાર, અજય દેવગણ, આદિત્ય ચોપરા, આર. બાલ્કી, રોહિત શેટ્ટી, અનુષ્કા શર્મા, રાકેશ રોશન, સાજિદ નડિયાદવાલા વગેરે તમામ મોટાં ફિલ્મમેકર્સનાં પ્રોડક્શન હાઉસ સામેલ છે.


જેમાં રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામી અને પત્રકાર પ્રદીપ ભંડારી, ટાઈમ્સ નાઉના રાહુલ શિવશંકર, નવિકા કુમારનું નામ શામેલ છે. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ચેનલોએ ‘ડ્રગીઝ’ (નશાના બંધાણી) , ‘ડર્ટ’ (ધૂળ), ‘ફિલ્થ’ (ગંદકી), ‘સ્કમ’જેવા અપમાનજનક શબ્દો અને ‘અરેબિયાનું તમામ પર્ફ્યૂમ પણ બોલિવૂડના અંદરખાને ખદબદતી ગંદકીની દુર્ગંધ છુપાવી શકશે નહીં’ જેવા શબ્દપ્રયોગો કર્યા હતા.

Image source

નિર્માતાઓનું કહેવું છે કે, તેઓ ઇચ્છે છે કે પ્રતિવાદીઓ (મીડિયા કર્મચારીઓ) કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો હેઠળ પ્રોગ્રામ કોડની જોગવાઈઓનું પાલન કરે અને ફિલ્મ ઉદ્યોગ સામે તેમના દ્વારા પ્રકાશિત બધી બદનામી વસ્તુ પાછી ખેંચી લેવી જોઈએ. આ સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે, ફિલ્મ ઉદ્યોગ અન્ય ઉદ્યોગ માટેનો મોટો સ્ત્રોત છે.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.