મેકઅપ દ્વારા છોકરામાંથી છોકરી બની ગયો આ યુવક, ઓળખવો પણ થઇ ગયો મુશ્કેલ, જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ
Boy Transformation Into Girl : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્રિએટરો પણ જોવા મળે છે, જે ઘણીવાર એવું એવું કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. આજ ક્રમમાં હવે એક યુવક આવ્યો છે, જે મેકઅપ દ્વારા છોકરામાંથી છોકરી બની ગયો અને તેને જોઈને સૌ કોઈ હેરાન પણ રહી ગયા.
તાજેતરમાં દુલ્હનનો એક વીડિયો વાયરલ થયો હતો, જેના મેકઅપ પહેલા અને પછીના દેખાવે ઇન્ટરનેટ લોકોને ચોંકાવી દીધા હતા. પરંતુ હવે તેનાથી ચાર ડગલાં આગળની વસ્તુઓ ઇન્ટરનેટ પર ઘણી જોવા મળી રહી છે. વાસ્તવમાં, એક વ્યક્તિએ મેક-અપ સાથે પોતાને એક છોકરી તરીકે બદલી દીધો હતો, જેનો વિડિયો ઘણાને પચતો નથી.
કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ લોકો છોકરાઓની લાગણીઓ સાથે રમત રમી રહ્યા છે. આ વીડિયો 43 સેકન્ડનો છે જેની શરૂઆત વ્યક્તિએ દાઢી કાપવાની સાથે કરી હતી. તે પછી તે લેન્સ લગાવે છે અને પછી મેક-અપનો વારો આવે છે. હા, જેમ જેમ સ્ત્રી મેક-અપ આર્ટિસ્ટ પુરુષનો મેક-અપ કરતી જાય છે, તેમ તેમ તે છોકરી બની જાય છે. પછી સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી છોકરો છોકરી જેવો દેખાય છે.
*ब्यूटीपार्लर वालों तुम्हारे लिए नरक में खौलते हुए तेल का कड़ाह इन्तज़ार कर रहा है लड़कों की भावनाओं से खेल रहे हो*😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 pic.twitter.com/hMmwiPNZ8O
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) June 18, 2023
ચોક્કસ, કોઈ પણ પુરુષને પહેલીવાર જોશે તો તે તેને સ્ત્રી સમજીને ભૂલ કરશે. તમને જણાવી દઈએ કે, કેરળના કોલ્લમ જિલ્લામાં ચમયાવિલાક્કુ તહેવાર ઉજવવામાં આવે છે. આ અંતર્ગત પુરૂષો મહિલાઓના કપડા પહેરીને અને તેમના જેવા પોશાક પહેરીને તેમાં ભાગ લે છે. તે દેવીને પ્રસન્ન કરવા માટે આવું કરે છે. આ વીડિયો 18 જૂન, રવિવારના રોજ ‘હંસના ઝરૂરી હૈ’ @HasnaZarooriHai હેન્ડલ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.