88 વર્ષીય મેકઅપ આર્ટિસ્ટ પંઢરી જુકરનું લાંબી માંદગી બાદ ફેબ્રુઆરી 2020માં સોમવારે મુંબઈમાં નિધન થયું. તેમને પોતાની 60 વર્ષની કારકિર્દીમાં બોલીવૂડના ઘણા કલાકારો સાથે કામ કર્યું હતું. તેમને બોલિવૂડમાં પ્રેમથી પંઢરી દાદા કહીને બોલાવતા હતા. તેઓ નરગીસથી માંડીને કરીના કપૂર અને દિલીપ કુમારથી લઈને શાહરુખ ખાન સુધીના કલાકારો સાથે કામ કરી ચુક્યા છે. તેમને મીના કુમારી, મધુબાલા, દેવ આનંદ, રાજ કપૂર, રાજેશ ખન્ના, શ્રીદેવી, અમિતાભ બચ્ચન, આમિર ખાન જેવા અદના કલાકારો સાથે કામ કર્યું હતું.

દેશની આઝાદીના સમયમાં જયારે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોનો સમય હતો ત્યારે પરિવાર વિરુદ્ધ જઈને તેમને મેકઅપ આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દી શરુ કરી હતી. તેમને પોતાના જીવનમાં 60 વર્ષો હિન્દી સિનેમાને આપ્યા. તેમને પોતાના કામ માટે શાંતારામ જીવન ગૌરવ એવોર્ડ પણ મળ્યો હતો.

યશરાજ ફિલ્મ્સના સ્થાપક પ્રખ્યાત નિર્માતા નિર્દેશક યશ ચોપડાએ તેમના મૃત્યુ પહેલા એક વાતચીતમાં કહ્યું હતું કે, ‘સ્ક્રીન પર ચહેરો ચમકાવવો તે મેકઅપ નથી. મેકઅપ તે જ છે જે તેના ચહેરા પર વ્યક્તિના મનની સુંદરતા બતાવી શકે છે અને જો કોઈ તેને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી લઈને રંગીન સિનેમા સુધી સફળતાપૂર્વક કરી શકે છે, તો તે પંઢરી દાદા છે.’

યશ ચોપડા અને પંઢરી દાદાના સંબંધ ઘણા દાયકાઓ સુધી ચાલ્યા હતા. તે યશ ચોપરાને ખૂબ માન આપતા હતા. પંઢરી જુકરે બીબીસીના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘ચાંદની, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, સિલસિલા, યશ ચોપરાની બધી ફિલ્મોથી લઈને તમામ કલાકારોને સુંદર બનાવ્યા હતા.

શ્રીદેવીને તૈયાર કરવામાં ઘણો સમય લાગતો હતો, કારણ કે તેની આંખના મેક અપથી તે દરેક બાબતમાં ધ્યાન આપતા હતા અને શ્રીદેવી પણ ક્યારેય ઉતાવળ કરતી નહોતી.’

તેમને સુભાષ ઘાઇને તેમની ફિલ્મ કર્મામાં માધુરી દીક્ષિતને લેવા માટે ભલામણ કરી હતી, ત્યારે સુભાષ ઘાઇએ તેને ના પાડી દીધી હતી. પછી પંઢરી દાદાના મેકઅપનો કમાલ જોઈને સુભાષ ઘાઇ પોતે માધુરી દીક્ષિતના ઘરે તેમને સાઈન કરવા ગયા. એક બીજો પણ અમિતાભ બચ્ચન સાથેનો પ્રખ્યાત કિસ્સો છે.

તે સમયે અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીનું ગોવામાં શૂટિંગ ચાલી રહ્યું હતું અને ફિલ્મના પાત્ર મુજબ અમિતાભને દાઢી લગાવવાની હતી. એક દિવસ અમિતાભનો મેકઅપ થયા પછી પંઢરીને અચાનક મુંબઈ પરત ફરવું પડ્યું.

અમિતાભે પંઢરી દાદાના ગોવા પાછા આવવા સુધી આ જ ગેટઅપમાં શૂટિંગ કર્યું અને ચહેરાનો મેકઅપ પણ યથાવત રહે એ માટે ન ચહેરો ધોયો કે ન તો કોગળા કર્યા.
તેમના નિધનથી બોલિવૂડ આખું શોકમાં ડૂબી ગયું છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.