રજનીકાંત સ્ટાઈલમાં બનાવે છે આ ભાઈ ચા, જોવા માટે લાગે છે લોકોની લાઈન, જુઓ વીડિયોમાં તેની શાનદાર સ્ટાઇલ

ભારતની અંદર ચાની દિવાનાઓ તમને દરેક ઘરમાં મળી જશે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી મોટાભાગના લોકોને જમ્યા વગર ચાલી જાય પરંતુ જો ચા ના મળે તો ના ચાલે. અને એટલે જ ચા ઉપર આપણે ત્યાં ઘણી શાયરીઓ અને કવિતાઓ પણ લખાઈ છે. તો ઘણા લોકો એવા અંદાજમાં ચા બનવતા હોય છે જેને જોઈને આપણે પણ એની ચાના આશિક બની જઈએ.

આવા જ એક વ્યક્તિનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ચા બનાવે છે. જો કે ચાતો ઘણા લોકો બનાવતા હશે, પરંતુ આ ભાઈ તો ખાસ રજનીકાંત સ્ટાઈલમાં ચા બનાવે છે. જેને જોવા માટે પણ લોકોની લાઈનો લાગી જાય છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે આ વ્યક્તિ કેટલી સ્ટાઈલિશ અંદાજમાં ચા બનાવી રહ્યો છે. તે ફક્ત ચા બનાવામાં જ સ્ટાઇલ નથી વાપરતો પરંતુ તેના દરેક કામની અંદર એક આગવી સ્ટાઇલ છે. ગ્રાહકને ચા આપવામાં પણ તે સ્ટાઇલ કરે છે તો પૈસા લેવા અને આપવામાં પણ તેની આગવી સ્ટાઇલ છે.

આ વીડિયોને સ્ટ્રીટ ફૂડ રેસિપી નામના ફેસબુક પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે, અને આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પેજ દ્વારા એ પણ માહિતી મળી રહી છે કે આ ચા વાળો નાગપુરનો છે અને તેની દુકાનનું નામ છે “ડોલી ચાયવાલા”.

ચા વાળાના ચહેરાના હાવભાવ જોઈને કોઈને પણ તેને ત્યાંની ચા પીવાનું ચોક્કસ મન થઇ જાય. ચા વાળો ગ્રાહકને પૈસા પાછા આપતા સમયે તેના હાથમાં કંઈક ખાવાનું પણ આપતો જોવા મળી રહ્યો છે. તમે પણ જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને

Niraj Patel