ખબર

લતા મંગેશકરના અવાજમાં ગીત ગાનારી મહિલાનું મેકઓવર બાદ બદલાઈ ગયું નસીબ, રાતોરાત મળી અધધ ઓફર…

આજે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જે કોઈ પણને રાતોરાત ચર્ચામાં લાવી સ્ટાર બનાવી દે છે.  ઘણા એવા લોકો છે જેની જિંદગી પુરી રીતે બદલાઈ ચુકી છે. આવું જ કંઈક પશ્ચિમ બંગાળની રાનુ સાથે થયું છે. રાનુ મંડલ થોડા દિવસ પહેલા લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કે નગ્મા હૈ’નું ગીત ગાઈને ચર્ચામાં આવી હતી. તેના આ ગાયેલા ગીતનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે.

Image Source

એક બાજુ રાનુ મંડલની ચર્ચા થઇ છે, તો બીજી તરફ લોકો કહેવા લાગ્યા છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને નવા લતા દીદી મળ્યા છે.રાનુ તેના મખમલી અંદાજને કારણે લતા મંગેશકરના ગીત ગાઈને ચર્ચામાં આવી હતી. રાનુને નામી ગિરામી શો થી ઓફર પણ આવવા લાગી છે. રાનુ તેનાથી ઘણી ખુશ છે.

Image Source

એક રિપોર્ટ અનુસાર મુંબઇના કોઈ ટીવી શોના આયોજકોએ રાનુનું ગજબનું ટ્રાન્સફોર્મેશન કરાવ્યું છે. રાનુને ઓળખવી મુશ્કેલ છે, કારણકે રાનુનું મેકઓવર કરવામાં આવ્યું છે.

Image Source

હવે રાનુ મંડલ કોઈ સ્ટારથી ઓછી નથી રહી.રાનુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી તેના અવાજના લાખો લોકો ફૈન્સ બની ગયા છે.આ મહિલાની લોકપ્રિયતાનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે મેકઓવર થતા જ રાનુને મોટી મોટી ઓફર્સ પણ મળવા લાગી છે.

Image Source

એક રિપોર્ટના આધારે રાનુને પશ્ચિમ બંગાળના લોકલ ખંડ વિકાસ અધિકારી કન્યાશ્રિ દિવસ સેલિબ્રેશનના મૌકા પર સન્માનિત કરવાની વિચારણા ચાલી રહી છે. આ દિવસની ઉજવણી 14 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. તેના સિવાય રાનુને મુંબઈ, કેરળ અને બાંગ્લાદેશથી પણ ગીત માટેના ઓફર્સ મળવા લાગ્યા છે.

Image Source

ઇન્સ્ટાગ્રામ પર તેના હાલના ફોટો અને વિડીયો જોઈને કોઈ ના કહી શકે કે આ એ જ રાનુ મંડલ છે જે બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગાઈને ગુજરાન કરતી હતી. જણાવી દઈએ કે રાનુના પતિ બબલુ મંડલનું અવસાન થતા રાનુ બેસહારા થઇ ગઈ હતી. તેનું પેટ ભરવું પણ મુશ્કેલ થઇ ગયું હતું.

Image Source

રાનુના રેલવે સ્ટેશન પર ગાયેલા આ વીડિયોને 50 લાખ વાર જોવામાં આવી ચુક્યો છે અને તેને 500 થી પણ વધારે લોકોએ શેર કર્યો છે. રાનુનો આ વિડીયો વાઇરલ થયા પછી લોકો તેની તુલના લતા મંગેશકરજી સાથે કરી રહ્યા છે.એક રિપોર્ટ અનુસાર રાનુને મુંબઈમાં પરફોર્મન્સ માટે બોલાવવામાં આવી છે જેનો ખર્ચ પણ આયોજકો ઉઠાવશે.

Image Source

જણાવી દઈએ કે રાનુની માં બાળપણમાં જ અવસાન પામી હતી, માટે તેનું પાલન પોષણ તેના કાકીએ કર્યું હતું. રાનુ રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનમાં ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી હતી.આ જ દરમિયાન રાનુનો ગીત ગાઈ રહેલો વિડીયો પશ્ચિમ બંગાળના રાનઘાટ રેલવે સ્ટેશન પર રેકોર્ડ કરવામાં આવ્યો અને સોશિયલ મીડિયા પર શેર પણ કરવામાં આવ્યો હતો.

Image Source

હાલ રાનુના મેકઓવરની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર થઇ રહી છે. તસ્વીરોમાં રાનુએ ગુલાબી અને સિલ્વર રંગની સાડી પહેરી રાખી છે. આ સિવાય તેમણે લાઈટ મેકઅપ, પિન્ક લિપસ્ટિક અને વાળને ખુલ્લા રાખ્યા હતા. આ તસ્વીરોમાં રાનુને ઓળખવી પણ મુશ્કેલ લાગી રહી છે. રાનુનું આ ટ્રાન્સફોર્મેશન એક શો માટે કરવામાં આવ્યું છે જેને એકજીક્યૂટિવ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks