ફિલ્મી દુનિયા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડૉ. હાથી બાદ હવે આ મહત્વપૂર્ણ શખ્સનું થયું હતું નિધન, સેટ પર શોકનો માહોલ, શૂટિંગ રોકવામાં આવ્યું

ટીવી દુનિયાના સૌથી જાણીતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના દર્શકો માટે ખરાબ સમાચાર છે. આ શોથી જોડાયેલ બહુ જ મહત્વપૂર્ણ સદસ્યનું નિધન થયું છે. સેટ પર શોકનો માહોલ હોવાથી એક દિવસ માટે શૂટિંગ રોકી દીધું છે.

Image Source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના સૌથી જુના અને લીડ મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું ગયું છે. આ પહેલા સિરિયલના લીડ રોલ ડૉ. હાથી એટલે કે, કવિ કુમાર આઝાદે દુનિયાના અલવિદા કહ્યું હતું. આનંદ પરમારના નિધનથી શોના મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. આનંદ પરમારનું રવિવારે સવારે નિધન થઇ ગયું છે. તે છેલ્લા 10 વરસથી બીમાર હોવા છતાં સેટ પર આવીને કામ કરતા હતા. આનંદ પરમાર છેલ્લા 12 વર્ષથી આ શોમાં કામ કરી રહ્યા હતા.

Image Source

આનંદ પરમારને બધા લોકો આનંદ દાદાના નામથી બોલાવતા હતા. સેટ પર હંમેશા તેના કામની તારીફ કરી હતી. રવિવારે સવારે 10 વાગ્યે આનંદ પરમારના મુંબઈની કાંદિવલી વેસ્ટમાં હિન્દૂ રીત-રિવાજથી અંતિમ સંસ્કાર કર્યા હતા. આનંદના અચાનક મોતની ખબરથી  શોથી જોડાયેલા બધા શખ્સ હેરાન થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ambika (@hasmukhi) on

આનંદ પરમારના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના મેકઅપ આર્ટિસ્ટ હતા. સિરિયલના બધા કલાકારો ખુશી-ખુશી તેમની પાસેથી મેકઅપ કરાવતા હતા. આ સીરીયલના કલાકારો માટે હવે એક સમય એવો આવ્યો છે કે, હવે મેકઅપ આર્ટિસ્ટ શોધવા પડશે.

જણાવી દઈએ કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી જાણીતી સીરિયલ છે. 28 જુલાઈ 2008થી નાના-મોટા ઉતાર-ચઢાવ સાથે આ શો સતત ચાલી રહ્યો છે. આ શોની સૌથી વધુ ખાસ વાત એ છે કે, આજે પણ શોની ટીઆરપી હંમેશા ટોપ 10માં જ રહે છે. આ શોના પાત્રો જેઠાલાલ, દયા, તારક મહેતા, અંજલિ, ટીપેંદ્ર, ચંપકલાલ, બધા એટલા પ્રખ્યાત થઇ ગયા છે કે લોકો તેના નામથી જ ઓળખાવા લાગ્યા છે.

Image Source

તારક મહેતામાં હાલ હાથીનો રોલ નિભાવનાર અંબિકા રંજનકરએ સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘દાદા તમારી આત્માને શાંતિ મળે. સિનિયર મેકઅપમેન, હંમેશા મહેનતમાં વિશ્વાસ કરવાવાળા હસમુખા અને પ્રેમાળ…’

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.