જ્યોતિષ શાસ્ત્ર

ઈચ્છા પૂર્ણ કરવા આજે રાત્રે બસ કરી દો આ નાનું કામ, દરેક સંકટ દૂર કરશે સંકટ મોચન હનુમાન

હનુમાન આજે પણ અજય અમર છે, તેમના આજે પણ ક્યાંક હોવાના પુરાવા મળતા આવ્યા છે, એટલે જ યુગો બદલાતા ગયા પણ હનુમાન દાદા માટેની ભક્તિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધા આજે પણ દરેક વ્યક્તિને એટલી જ રહેલી છે. દાદાને આજે પણ સંકટ મોચન તરીકે ઓળખવામાં આવે છે. હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટેના ઘણા ઉપાયો કરવામાં આવે છે અને ભક્તોનું માનવું છે કે દાદા તેમની વિનંતિ સાંભળે પણ છે અને તેમની તકલીફોને દૂર પણ કરે છે.

Image Source

આજે અમે તમને એક એવો જ ઉપાય બતાવવાના છીએ જે તમે કરશો તો હનુમાનજીની કૃપા તમારા ઉપર વરસી પડશે અને તમારી મનોકામના પણ પૂર્ણ થશે.

Image Source

મનોકામના પૂર્ણ કરવા:
જો તમે સાચા મનથી કોઈ સારી મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો મંગળવારની રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં હનુમાનદાદાના મંદિરે જઈને 3 જ્યોત વાળો દિપક જલાવો, અને પછી ત્રણવાર હનુમાન ચાલીસાના પાઠ કરો, આટલું કર્યા પછી પીપળાના વૃક્ષ પાસે જઈને થોડા કાળા તલ ત્યાં અર્પણ કરીને એક દિપક ત્યાં પણ જલાવો અને 11 વાર પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરો. થોડા જ દિવસોમાં તમારા મનની મનોકામના પૂર્ણ થવા લાગશે.

Image Source

ઈચ્છીત ફળ મેળવા માટે:
હનુમાન દાદા પાસે ઈચ્છીત ફળ મેળવવા માટે મંગળવારના દિવસે સૂર્યાસ્તના સમયે કોઈ પ્રાચીન હનુમાન દાદાના મંદિરમાં જઈને બાહુક અને હનુમાન ચાલીસાનો 7 વખત પાઠ કરવો, થોડા જ દિવસમાં તમને યોગ્ય ફળ પણ મળી જશે.

Image Source

ધનપ્રાપ્તિ માટે:
જીવનમાં ધનની જરૂરિયાત દરેકને હોય છે તમે પણ યોગ્ય માર્ગ દ્વારા સારા ધનની પ્રાપ્તિ કરવા માંગો છો તો મંગળવારના દિવસે ચાર રસ્તા ઉપર અડદનો લોટ, લાલ દાળ, એક મોટું લીલું પાંદડું, હળદર ભેળવીને બનાવેલા લોટના પાંચ દિવા લઈને જવું, અને જયારે ચાર રસ્તાની આજુબાજુ કોઈ ના દેખાય ત્યારે લીલા પાંદડા ઉપર આ બધી જ વસ્તુઓ મૂકીને દિપક સળગાવી દો. ધનપ્રાપ્તિ માટે આ ઉપાય સૌથી શ્રેષ્ઠ ઉપાય છે પરંતુ ખાસ આ ઉપાય અમાસના દિવસે આવતા મંગળવારની રાત્રે કરવામાં આવે તો જ કારગર સાબિત થાય છે.

Image Source

મહાબલી સંકટ મોચન હનુમાન દાદા ભક્તોના કાસ્ટ દૂર કરે છે સાથે તમને ઘણા લાભ પણ કરાવે છે પરંતુ એ માટે તમારા દિલમાં કોઈ ખોટ ના હોવી જોઈએ, મેલા દિલથી  પ્રાર્થનાઓ ઈશ્વર પણ નથી સાંભળતા તો સ્વચ્છ હૃદય અને શાંત મનથી જો આ વિધિ તમે મંગળવારના દિવસે કરશો તો તમને ઘણો જ લાભ થશે.