રસોઈ

બચેલી રોટલીમાંથી બનાવો બજાર જેવી કડક કડક પાણીપૂરીની પૂરી..વાંચો રેસિપી

પાણીપુરી તો બજારમાં સારી મળે એવું આપણે સૌ કોઈ માનતા હોઈએ છીએ. ઘણા લોકો ઘરે પણ હવે તો પાણી પુરી બનાવવા લાગ્યા છે પરંતુ પુરી તો હજુ બહારથી જ લાવવી પડે છે કારણ કે આપણે હજુ બજારમાં મળતી પાણીપુરીની પૂરીને ઘરે નથી બનાવી શકતા। ખરું ને?

Image Source

ભલે આપણે તેમ ઉમેરાતો માવો કે પાણી ઘરે બનાવી શકીએ પરંતુ પુરી તો બહારથી જ લાવવી પડે છે. કારણ કે ઘરે  આપણે ના તો બજાર જેવી કડક પુરી બનાવી શકીએ છીએ કે ના તેના જેવો ટેસ્ટ લાવી શકીએ છીએ.

Image Source

પરંતુ આજે અમે તમને ઘરે જ પાણીપુરીની કડક અને સ્વાદિષ્ટ પુરી બને તે માટેની એક રેસિપી બતાવવાના છીએ. તેના દ્વારા તમે પુરી કડક અને સ્વાદિષ્ટ બનાવી શકશો.

Image Source

મોટાભાગના ઘરોમાં દિવસ એકવાર તો રોટલી બનતી જ હોય છે. ઘરના સદસ્યો કેટલી રોટલી ખાશે તે નક્કી નથી હોતું માટે હંમેશા થોડી વધુ જ રોટલી બનાવવામાં આવતી હોય છે. ક્યારેક રોટલી વધતી પણ હોય છે તેને આપણે ખાતા નથી કારણ કે તેને આપણે વાસી રોટલી ગણીએ છીએ અને તેને કોઈ પ્રાણીને ખવડાવીએ અથવા તો કચરના  ડબ્બામાં ફેંકી દેતા હોઈએ છીએ. સાચી વાત ને?

Image Source

પણ હવે તમારે આ રોટલીને ફેંકવાની કોઈ જ જરૂર નથી કારણ કે આજ વાસી રોટલીમાંથી તમે બજાર જેવી કડક પાણીપુરીની પુરી બનાવી શકો છો. તમને માન્યામાં નહિ આવે કે આ કેવી રીતે થઇ શકે? વાસી રોટલીમાંથી પાણીપુરી? પણ આ સાચું છે બસ તમારે એ રોટલીને ફેંકવાને બદલે અમે જે રીતે કહીએ તે રીતે ઉપયોગમાં લેવાની છે અને પછી બની જશે બજાર જેવી કડક અને સ્વાદિષ્ટ પાણીપુરીની પુરી.

Image Source

તો ચાલો જાણીએ વાસી રોટલીમાંથી કેવી રીતે બનાવશો પાણીપુરીની પુરી.

Image Source

સૌ પ્રથમ કડક પુરી બનાવવા માટેની આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે જોઈ લઈએ.

Image Source

સામગ્રી
4 વાસી રોટલી, તેલ (પુરી તળવા માટે), 4 ચમચી સોજી(રવો), અડધી ચમચી ખાવાનો સોડા, હળવું ગરમ પાણી (જરૂરિયાત મુજબ).

Image Source

પાણી પુરીની કડક પુરી કઈ રીતે બનાવવાની રીત:

સૌ પ્રથમ વાસી રોટલીને તવા ઉપર શેકી લો અને થોડી કડક બનાવી દો.

રોટલી કડક થઇ ગયા બાદ તેને હાથથી થોડી મસળી નાખો.

મસળેલી રોટલીને મિક્સરના જારમાં નાખી તેની અંદર સોજી (રવો), ખાવાનો સોડા, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સરની અંદર બરાબર ભૂકો કરી નાખો.

Image Source

હવે એ ભૂકો સામાન્ય લોટ જેવો જ બની ગયો હશે. તેને એક ચાળણીથી ચાળી લો.

ત્યારબાદ એને સામાન્ય પુરીના લોટ બાંધવાની જેમ જ એક ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લો.

પછી એમાં જરૂરિયાત પ્રમાણેનું ગરમ પાણી ઉમેરી પુરીના લોટની જેમ જ બાંધી લો.

લોટ થોડો કડક રાખવો જેથી પુરી પણ કડક બને.

લોટ બંધાઈ ગયા બાદ તેના પુરી માટે નાના નાના જેવડા ગુલ્લાં બનાવી લો.

Image Source

એકબાજુ ગેસ ઉપર પુરી તળવા માટે તેલ ગરમ કરવા રાખી દો.

તેલ ગરમ થતા સુધી પૂરીને આટની વેલણથી વણી લો.

તમારી પુરી પણ વણાઈ ગઈ હશે અને તેલ પણ ગરમ થઇ ગયું હશે.

તેલ બરાબર ગ્રામ  નહીં તે ચકાસવા માટે પહેલા એક જ પુરી તે તેલમાં નાખો.

તેલ બરાબર ગરમ થઇ ગયું હોય તેમ લાગતા કઢાઈનાં માપ અનુસાર 2-3 પુરી સાથે તળવા માટે નાખી દો.

પુરી નાખતી વખતે ગેસને આંચ વધારે રાખવાની છે જેથી એકસાથે જ નાખેલી પુરી એકદમ ફૂલી શકે.

Image Source

પુરીના ફૂલી ગયા બાદ ગેસને ધીમો કરી દો અને પૂરીને એકદમ બ્રાઉન થવા દો.
પુરી બળી ના જાય તેનું પણ ધ્યાન તમારે રાખતા રહેવાનું છે.
પૂરીને બહાર કાઢીને તમે જોશો તો બજારમાં મળતી પાણીપુરીની પુરી કરતા પણ આ પુરી એકદમ કડક અને સરસ હશે.

Image Source

તો આ રીતે તમે બચેલી રોટલીમાંથી પણ સરસ મઝાની પાણીપુરીની પુરી બનાવી શકો છો જેને તમારા બાળકો ખાશે તો પણ એમ નહિ કહે કે આ ઘરે બનાવી છે. બજાર કરતા પણ તે સ્વાદિષ્ટ હશે અને  આ પુરી ઘરે બનાવી હોવાના કારણે તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય બગડવાનો પણ ખતરો નહીં રહે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.