ભારતીય સેનામાં સામેલ થઇ પુલવામા હુમલામાં શહીદ થયેલ મેજરની પત્ની, મલ્ટીનેશનલ કંપનીમાં કરતી હતી કામ

વર્ષ 2019માં જમ્મુ કાશ્મીરમાં થયેલ પુલવામા હુમલામાં શહીદ થયેલ મેજર વિભૂતી શંકર ઢૌંડિયાલની પત્ની નિકિતાએ શનિવારે ઇંડિયન આર્મી જોઇન કરી લીધી છે. નિકિતા ઇંડિયન આર્મીમાં લેફ્ટનન્ટ બની છે. તેમણે આજે ભારતીય સેનાની વર્દી પહેરી મેજર વિભૂતી શંકરને શ્રદ્ધાંજલિ આપી.

વિભૂતી શંકર ઢૌંડિયાલના લગ્ન નિકિતા સાથે 9 મહિના પહેલા જ થયા હતા જયારે તેમણે તેમના પતિને ખોયા હતા. વર્ષ 2018ના એપ્રિલ મહિનામાં બંનેના લગ્ન થયા હતા અને 17 ફેબ્રુઆરી 2019ના રોજ મેજર શહિદ થઇ ગયા હતા.

તેમણે તેમના પતિને ગુમાવ્યા બાદ ભારતીય સેનામાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2020માં તેમણે એસએસસી અને એસએસબી પરિક્ષા પાસ કરી હતી. તેમણે કહ્યુ, જયારે મે પરિક્ષા પાસ કરી અને ઇંટરવ્યુ આપ્યુ તો મેં મહેસૂસ કર્યુ કે મારા પતિને કેવુ મહેસૂસ થયુ હશે. મેં તેમના સાથે અને સાહસને જોયો, જેનાથી મને તાકાત મળી. પરિક્ષા પાસ કર્યા બાદ ચેન્નાઇમાં ઓફિસર્સની ટ્રેનિંગ એકેડમીમાં ટ્રેનિંગ પૂરી કરી હતી.

નિકિતાએ ભારતીય સેનામાં સામેલ થવા માટે મલ્ટીનેશનલ કંપનીની નોકરી છોડી હતી. પતિની શહાદત બાદ તેમણે નિર્ણય કરી લીધો હતો કે તેમને સેનામાં જવુ છે. તેમને ઇંટરવ્યુમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેમના લગ્નને કેટલા વર્ષ થયા ? મેં કહ્યુ બે વર્ષ. તો તેમણે કહ્યુ કે પરંતુ અમે સાંભળ્યુ છે કે, તમારા બંનેના લગ્નને 9 મહિના જ થયા છે, તો મે કહ્યુ કે, એ શારિરીક રૂપથી અહીં નથી એનો મતલબ એ નથી કે અમારા લગ્ન ખત્મ થઇ ગયા.

મેજર વિભૂતી શંકર ઢૌંડિયાલનો મૃતદેહ જયારે તેમના ઘરે પહોંચ્યો હતો ત્યારે તેમની પત્ની નિકિતાએ કહ્યુ હતુ કે, તેમને તેમના પતિ પર ગર્વ છે. તેમણે પતિને સેલ્યુટ કરતા કહ્યુ કે, તમે મને જૂઠ્ઠુ કહ્યુ હતુ કે તમે મને પ્રેમ કરો છો, પરંતુ તમે મને નહિ આપણા દેશને પ્રેમ કરો છો અને મને તમારા પર ગર્વ છે.

Shah Jina