ખબર

સુશાંતની આત્મહત્યા બાદ ગાયિકા મૈથિલી ઠાકુરનો મોટો નિર્ણય, બૉલીવુડ પણ રહી ગયું દંગ

બોલીવુડના પ્રતિભાશાળી અભિનેતા  સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને 8 દિવસ વીતી ગયા છે. પરંતુ હજુ સુધી તેની આત્મહત્યા પાછળનું સાચું કારણ બહાર નથી આવી શક્યું, પરંતુ બોલીવુડમાં ઘણા અભિનેતા અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ સુશાંતની આત્મહત્યા પાછળ ઘણા બધા કારણોને જણાવદર માન્યા છે. ઘણા લોકોએ સુશાંતના મૃત્યુ ઉપર પદુખ પણ વ્યક્ત કર્યું છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ ખુલ્લા પડ્યા છે ત્યારે  પોતાની ગાયિકા દ્વારા રાતો રાત સ્ટાર બનેલી ગાયિકા મૈથિલી ઠાકુરે પણ સુશાંતના મૃત્યુ ઉપર દુઃખ વ્યક્ત કરતા એક મોટો નિર્ણય લીધો છે.

Image Source

મૈથિલી  ઠાકુરના આ નિર્ણયને બૉલીવુડ પણ આંખો ફાડીને જોતું રહી ગયું છે. રિપોર્ટ પ્રમાણે મૈથિલીએ બોલીવુડમાં ગીતો ના ગાવાનો નિર્ણય કર્યો છે. આ વાતની પુષ્ટિ તેના પિતા રમેશ ઠાકુરે કરી છે. તેમને જણાવ્યું છે કે સુશાંતના મૃત્યુથી દુઃખી થઈને બોલીવુડમાં ગીતો ના ગાવાનો નિર્ણય મૈથિલીએ કર્યો છે.

Image Source

આ પહેલા મૈથિલીએ પોતાના યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા બોલીવુડના ગીતો ગાતા પોતાનો વિડીયો શેર કર્યો હતો.પોતાના ફેસબુક લાઈવમાં પણ મૈથિલીએ આ વાત જણાવી હતી.

Image Source

પોતાના ફેસબુક લાઈવની અંદર મૈથિલીએ કહ્યું હતું કે તે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ખબર સાંભળીને તે ઘણા જ સદમામાં છે અને તેને નિર્ણય કર્યો છે કે તે બોલીવુડના ગીતો નહિ ગાય. મૈથાળીએ કહ્યું તેને જે સાચું લાગશે એજ તે કરશે.

મૈથાલી પાસે સોશિયલ મીડિયા અને યુટ્યુબ ઉપર કરોડો લોકોનું ફેન ફોલોઇંગ છે. લોકો તેના ગાયિકા ટેલેન્ટની ખુબ જ પ્રસંશા કરે છે. અને તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.