ભાઇબીજના દિવસે ચા પીવાને કારણે બે સગા ભાઇઓ સહિત 4 લોકોના મોત, એક ભૂલ થઇ ગઈ બસ

ચા પીવાથી એક જ પરિવારના 4 લોકોનાં દર્દનાક મૃત્યુ થયા, જોજો તમે આ ભુલ ક્યારે પણ ન કરતા

હાલ તો દેશભરમાં દીવાળીના તહેવારની ધૂમ મચેલી છે ત્યાં ઘણીવાર તહેવાર ટાણે જ એવા એવા અકસ્માતની ખબરો સામે આવે છે કે સાંભળી આપણે પણ ચોંકી જઇએ છીએ. ત્યારે હાલ એક એવી ખબર સામે આવી જે સાંભળી તમારા હોંશ ઉડી જશે. ગુરુવારના રોજ સવારે ચા પીધા બાદ બે બાળકો સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે એકની હાલત ગંભીર છે. એક પછી એક બધા બેહોશ થઈ જતાં પરિવારજનોના તો હોંશ જ ઉડી ગયા હતા. જે બાદ તમામને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ચાર લોકો મોતને ભેટ્યા હતા.

ઘટનાની જાણકારી મળ્યા બાદ એસપી, સીએમઓ સહિત અન્ય અધિકારીઓ જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયા હતા.આ ઘટના ઉત્તર પ્રદેશના મૈનપુરીની છે. ભાઇબીજના દિવસે જ એક ઘરમાં કોહરામ મચી ગયો. પ્રાપ્ત માહિતી અનુસાર, નાગલા કન્હાઈ ગામના રહેવાસી શિવાનંદનના ઘરે ગુરુવારે સવારે ભાઈબીજની તૈયારીઓ ચાલી રહી હતી. તિલકપુર જિલ્લાના રહેવાસી 55 વર્ષીય સસરા રવિન્દ્ર સિંહ ફિરોઝાબાદ પોતાના ઘરે આવ્યા હતા. બધા ચા પીવા બેઠા હતા, ત્યારે પડોશમાં રહેતો સોબરન સિંહ પણ ત્યાં આવ્યો.

બધા ચા પીવા લાગ્યા. રવિન્દ્ર સિંહ, સોબરન અચાનક બેભાન થઈને પડી ગયા. પરિવારે તેમની સંભાળ લીધી ત્યાં સુધીમાં 35 વર્ષીય શિવાનંદન અને છ વર્ષના પુત્ર શિવાંગ અને પાંચ વર્ષના દિવ્યાંશની હાલત પણ ખરાબ થઈ ગઈ. પરિવારના સભ્યો બધાને લઇને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ડોક્ટરોએ રવિન્દ્ર સિંહ, શિવાંગ અને દિવ્યાંશને મૃત જાહેર કર્યા. જ્યારે સોબરન સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ શિવાનંદનની હાલત નાજુક છે. ચારેયના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ સીએમઓ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા અને માહિતી લીધી. એએસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ASPએ ઘટના અંગે પરિવારજનો પાસેથી માહિતી એકઠી કરી હતી. એસપીએ કહ્યું કે ઘરની એક મહિલા ચા બનાવી રહી હતી, તેણે ચા પત્તી સાથે ધાનમાં નાખવાની જંતુનાશક દવા નાખી દીધી, જેનાથી ચા ઝેર બની ગઈ. અને તેને જ કારણે બે બાળકો સહિત પાંચ લોકોએ આ ચા પીધી અને એમાંથી ચારના મોત થયા, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. જોકે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ઝેરી ચા અને તેમાં રહેલી તમામ વસ્તુઓને ફોરેન્સિક લેબમાં મોકલી આપી છે.

Shah Jina