મનોરંજન

શૂટિંગ સમયે આ બંને રોમેન્ટિક સીનમાં એટલા બધાં ખોવાઈ ગયા કે અભિનેતા સાથે ના થવાનું થયું? જાણો વિગત

&ટીવીનો પોપ્યુલર શો ‘મેં ભી અર્ધાંગિની’ ના એક્ટર અંકિત રાજ થોડા દિવસ પહેલા ઇન્ટીમેન્ટ સીનનું શૂટિંગ કરી વખતે ઘાયલ થયો ગઈ હતી. અંકિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરાવવો પડ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, સીરિયલમાં અધિરાજનો રોલ કરનાર અંકિત રાજ એક્ટ્રેસ હિના પરમાર ( મોહિની) સાથે એક ઇન્ટિમેટ સીન શૂટિંગ દરમિયાન ત્યાં લાગેલી ફોક્સ લાઈટ તેના પગ પર પડવાને કારણે તે ઘાયલ થઇ ગયો હતો.

અંકિત રાજના જણાવ્યા અનુસાર, અમે ઇન્ટિમેટ શૂટ કરવામાં એટલા ખોવાઈ ગયા હતા કે, મને આસપાસની કોઈ વસ્તુની ધ્યાન રહ્યું ના હતું. આ દરમિયાન જ ત્યાં રાખેલી ફોક્સ લાઈટ મારા પ પગ પર પડતા મને ઘૂંટણ નીચે ઇજા થતા ટાંકા લેવામા આવ્યા હતા. અંકિતના જણાવ્યા મુજબ વોટર સિનેકસનું શુટનીગ કરી રહ્યા હતા. ઇજા થયા બાદ ડોક્ટરોએ મને પાણીથી દૂર રહેવા માટે કહ્યું હતું.

અંકિત રાજે વધુમાં કહ્યું હતું કે, મને મંગળવારે રાતે ઇજા થઇ હતી.ગુરુવારે રાતે આ એપિસોડને ઓનએર કરવાનો હતો. ત્યારે અમારી પાસે શુટીંગન કરવા સિવાયનો કોઈ ઉપાય જ ના હતો. ત્યારે મેં મારા પગમાં પ્લાસ્ટિક ઢાંકીને આ સીનને પૂરો કર્યો હતો.

અંકિત રાજ જબલપુર, મધ્યપ્રદેશનો રહેવાસી છે. અંકિતે કુબૂલ હૈ, મસ્તાંગી, ઈશ્કબાજ, લાડો: વીરપુર કી મર્દાની, એ પ્યાર નહીં તો ક્યાં હૈ અને વિષ અને અમૃત જેવી સીરિયલમાં કામ કર્યું છે. અંકિતે 2014માં આવેલી ફિલ્મ ‘કર લે પ્યાર કર લે’ અને 2018માં આવેલી ફિલ્મ ‘આશ્ચર્યચકિત’માં કામ કર્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks