અસ્થાના કેન્દ્ર એવા મહુડીના જૈન મંદિરનું કરોડો રૂપિયાની કિંમતનું 130 કિલો સોનુ ગાયબ, હાઇકોર્ટમાં દાખલ થઇ અરજી

કોને ગાયબ કરી નાખ્યું મહુડીના ઘંટાકર્ણ મંદિરમાંથી 130 કિલો સોનુ ગાયબ ? મંદિરના ટ્રસ્ટીઓ પર જ લગાવવામાં આવ્યા છે ગંભીર આરોપ, જુઓ HCમાં કેવી અરજી થઇ ?

Mahudi Temple Controversy : ગુજરાતની અંદર ઘણા બધા એવા મંદિરો આવેલા છે જ્યાં લોકોની આસ્થા પણ જોડાયેલી છે, આ મંદિરોમાં જયારે લોકો દર્શન કરવા માટે જાય છે ત્યારે દાન પણ કરતા હોય છે, ઘણા લોકો રોકડ રૂપિયા જ નહિ સોનુ પણ ભગવાનને અર્પણ કરે છે, ત્યારે હાલ એવા જ એક આસ્થાના કેન્દ્ર મહુડી મંદિરમાં એક મોટો વિવાદ સર્જાયો છે, મહુડીના જૈન મંદિરનું 130 કિલો સોનુ ગાયબ થઇ ગયું છે. કરોડોની કિંમતનું આ સોનુ કોને સગેવગે કર્યું તે અંગે હવે હાઇકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે.

યાત્રાધામ મહુડી 100 વર્ષથી પણ વધુ પ્રાચીન છે, ત્યારે હાલ મંદિરમાંથી 130 કિલો સોનુ ગાયબ થઇ જતા મંદિર વિવાદોમાં આવ્યું છે. હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી પ્રમાણે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જ સોનુ ગાયબ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં કરેલી અરજીમાં જનાવવવામાં આવ્યું છે કે ઘંટાકર્ણ મંદિરમાંથી 130 કિલો સોનુ ગાયબ છે અને તેની પાછળ મંદિરના કાર્યકારી ટ્રસ્ટી સહિતના લોકો જવાબદાર છે.

અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ સોનાની ઉચાપત વર્ષ 2012થી 2024ના સમયગાળા ડમરીયાં કરવામાં આવી છે, જેના કારણે વર્ષ 2012થી અત્યાર સુધી સુધી એટલે કે 12 વર્ષના સમયગાળા દરમિયાન મંદિર ટ્રસ્ટના તમામ હિસાબોનું ઓડિટ કરવાની માંગણી કરાવવામાં આવી છે. અરજદારે માંગ કરી છે કે હાઇકોર્ટની દેખરેખમાં સરકાર દ્વારા આ મામલે તપાસ કમિટી પણ બનાવવામાં આવે.

આ ઉપરાંત અરજદારે એવા પણ ગંભીર આરોપ લગાવ્યા છે કે નોટબંધી દરમિયાન અને પછી પણ જૂની ચલણી નોટો 20 ટકા કમિશન સાથે મંદિરમાં બદલવામાં આવતી હતી. સાથે જ ચેરિટી કમિશનરમાં અલગ-અલગ 4 અરજીઓ હાલ પણ પેન્ડિંગ છે, જેનો તાત્કાલિક નિકાલ લાવવા માગ અરજીમાં માગ કરાઈ છે.

Niraj Patel