મહાવત બીજા હાથી પર બેસતા જ ગુસ્સે થઈ ગયો ગજરાજ, વીડિયોમાં જુઓ શું આવ્યું પરિણામ

માણસો જેટલો જ પ્રેમ કરે છે હાથી, આ વીડિયો જોઈને તમે ચોંકી જશો

હાથીને આ ધરતી પરનું સૌથી સમજદાર પ્રાણી માનવામાં આવે છે. તે પોતાના પરિવાર અને ખાસ કરીને બચ્ચાઓ જોડે વધુ લગાવ રાખે છે. આ ઉપરાંત માણસોની જેમ જ પોતાના પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે. આ ઉપરાંત હાથી પોતાની સંભળા રાખતા મહાવત સાથે પણ એટલા ભળી જાય છે કે તેના વગર રહી શકતા નથી. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક હાથી એટલા માટે ગુ્સ્સે થઈ ગયો કારણ કે મહાવત બીજા હાથી પર બેસી ગયો. ત્યાર બાદ હાથીએ જે વર્તન કર્યું તે જોવા જેવું હતું.

આ વીડિયોને ભારતીય વન સેવાના અધિકારી ઈલાયારાજાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું, આ હાથી નથી ઈચ્છતો કે તેનો મહાવત બીજા હાથી પાસે જાય. સંશોધનમાં સાબિત થયું છે કે,માનવી અને જાનવરોનો લગાવ એક બાળકની જેમ પોતાની સંભાળ રાખનાર પ્રત્યે પ્રદર્શિત વ્યવહારની પેટર્ન પર આધારિત છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કોઈ જગ્યાએ હાથી ઉભેલો છે. પાસે બે વ્યક્તિઓ પણ ઉભેલા છે, ત્યારે તેમાનો એક વ્યક્તિ તે હાથી પર બેસવા લાગે છે. તે હાથીની સૂંઢની મદદથી પીઠ પર બેસી જાય છે. ત્યારે જ બીજા હાથીની નજર તે વ્યક્તિ પર પડે છે. આ બધુ જોઈને હાથીને ગુસ્સો આવી જાય છે અને તે ઝડપથી દોડીને હાથી પાસે આવી જાય છે અને તે વ્યક્તિને નીચે ઉતારવાની કોશીશ કરે છે.

તેના માટે તે વારંવાર પોતાના આગળના પગ ઉંચા કરીને હાથીને મારવાની કોશિશ કરે છે અને તે આવું ત્યાં સુધી કરે છે જ્યાં સુંધી તે વ્યક્તિ પેલા હાથીથી પીઠ પરથી નીચે નથી ઉતરી જતો. હકિકતમાં જે વ્યક્તિ હાથીની પીઠ પર બેઠો હતો તે વ્યક્તિ જે હાથીને ગુસ્સો આવ્યો તેનો મહાવત હતો. પોતાનો મહાવત બીજા હાથી પર બેઠો તે આ હાથીને પસંદ ન આવ્યું અને તે ગુસ્સો થઈ ગયો. તેથી તેને નીચે ઉતારવા હાથીએ હુમલો કરી દીધો.

YC