ખબર

“મેં તને ટ્રુ લવ કર્યો અને તું બીજા જોડે ચાલુ હતી એ મને કહ્યું પણ નહિ ?” બાલાસિનોરમાં પ્રેમમાં દગો મળેલા યુવાને જીવન ટૂંકાવ્યું

દગાબાજ છોકરીને લીધે MBBSના વિદ્યાર્થીનો આપઘાત, જુઓ છેલ્લો વિડીયો- રુવાડા ઉભા થઇ જશે

આજના યુવાનો પ્રેમમાં નિષ્ફળતા મળવાની સાથે જ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, બે દિવસ પહેલા જ અમદાવાદમાં એક 18 વર્ષની યુવતીએ લોહીથી “I LOVE YOU NIKHIL” લખીને આપઘાત કર્યો હતો, ત્યારે હાલમાં જ એક ખબર મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી આવી રહી છે, જ્યાં એક યુવકે પ્રેમમાં દગો મળતા જ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર બાલાસિનોરમાં રહેતા હર્ષિલ નામનો યુવક જે MBBSનો અભ્યાસ કરી રહ્યો હતો તેને પ્રેમમાં દગો મળતા એક વીડિયો બનાવીને નર્મદા કેનાલમાં આપઘાત કરી લીધો હતો.

હર્ષિલ ફિલિપાઇન્સમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો હતો પરંતુ કોરોના મહામારીના કારણે તે વતન પાછો આવ્યો હતો. તેના પિતા સુરેશભાઈ શિક્ષક છે અને તેઓ બાલાસિનોરમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં વસવાટ કરે છે.

નર્મદા કેનાલમાં કુદતા પહેલા યુવાને એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં હર્ષિલ કહેતો જોવા મળી રહ્યો છે કે. “મેં તને ટ્રુ લવ કર્યો અને તે મને દગો આપ્યો. તું બીજા જોડે ચાલુ છે અને તે મને કીધું પણ નહિ.”

બે દિવસ બાદ નર્મદા કેનાલમાંથી હર્ષીલનો મૃતદેહ મળી આવ્યો હતો. હર્ષિલે વીડિયો બનાવીને પોતાના મિત્ર વર્તુળમાં શેર કર્યો હતો. આ 11 સેકેન્ડનો વીડિયો જોઈને કોઈનું પણ હૃદય હચમચી ઉઠે. હર્ષિલના પિતાએ આ બાબતે સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ કરી છે. પોલીસે આ બાબતે તપાસ પણ હાથ ધરી છે.

જુઓ હર્ષિલ બનાવેલો વીડિયો:

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)