મહિસાગર : યુવક સાથે ઊભી હતી દીકરી, પિતાને જોતા જ બચવા માટે કર્યુ એવું કે…મળ્યુ તડપી તડપીને મોત

મહીસાગરમાં યુવતી એક યુવક સાથે વાત કરી રહી હતી અને અચાનક જ ખેતર તરફ ભાગી અને ત્યાં થયું મૃત્યુ

ગુજરાતમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યા સહિત મોતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં કોઇ કારણોસર કોઇ વ્યક્તિનું મોત થતા પરિવારના માથે દુખોનો પહાડ તૂટી પડતો હોય છે. ત્યારે હાલમાં એક એવો મોતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 9 મેના રોજ બાલાસિનોર તાલુકામાં પીલોદરા ગામે વણકર સમાજની દિકરીની લાશ મળી આવી હતી. આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તપાસના પાંચ દિવસ બાદ આ મોતનો ભેદ ઉકેલી નાખવામાં પોલિસને સફળતા મળી છે.

રજનીકાંત વણકર નામના વ્યક્તિએ બાલાસિનોર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, તેમના ગામમાં સમાજમાં લગ્ન પ્રસંગ હતો. ત્યારે વરઘોડાના સમયે તેઓ પરિવાર સાથે હતા. આ દરમિયાન તેમને જાણવા મળ્યુ કે તેમની દીકરી ઘરની પાછળના ભાગે ફરી રહી છે. આને લઇને તેઓ ત્યાં ગયા હતા, જ્યાં તેમણે તેમની દીકરીને જોન્ટી ઉર્ફે ગૌરાંગ સાથે જોઇ હતી. ત્યારે ફરિયાદી અને જોન્ટી વચ્ચે ઝપાઝપી થતાં મૃતક યુવતિ અને જોન્ટી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

જે બાદ તેઓએ ઘરે તપાસ કરી પરંતુ દીકરી ત્યાં મળી આવી ન હતી. જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી. ત્યારે બીજા દિવસે સવારે જાણવા મળ્યુ કે તેમની દીકરીની લાશ ખેતરમાં પડી છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 17 વર્ષિય યુવતિના મોતની વાત વાયુવેગે ગામમાં પ્રસરી હતી અને શોકની લાગણી છવાઇ ગઇ હતી. હાલમાં જ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનુ પરિણામ જાહેર થયુ છે, મૃતકે પણ આ પરીક્ષા આપી હતી.

પરંતુ પરિણામ આવે એ પહેલા જ તેનુ મોત થયું હતું. આ બાબતે મોતનું કારણ એવું સામે આવ્યુ છે કે, ઝઘડો થતાં દીકરી તેના પિતાના ડરને કારણે સીમ તરફ દોડી ગઇ હતી અને તે દરમિયાન બળદેવભાઈના ખેતરમાં આપેલ ઈલેકટ્રીક કરંટથી તેનું મોત નિપજ્યું હતું. વળી બળદેવભાઈના માથે આરોપ ન આવે તે માટે તેઓએ ખેતરના ભાગીદાર ભલાભાઈ અને અજીતે સગીરાના મૃતદેહને તેમના ખેતર પાસેથી અન્ય ખેતરના શેઢા પર મૂકી નાસી ગયા હતા.

Shah Jina