અભિનેત્રી અને ‘બિગ બોસ 13’ ફેમ માહિરા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ત્યાં તે પોતાની સુંદરતા અને સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દે છે. જોકે, હાલમાં તે તેની પર્સનલ લાઈફને લઈ હેડલાઇન્સમાં છે. તાજેતરમાં તેણે એક ફોટો શેર કર્યો હતો, જેમાં ક્રિકેટર મોહમ્મદ સિરાજે પ્રતિક્રિયા આપી હતી, જેના પછી તેમની ડેટિંગની અફવાઓ ઉડવા લાગી છે.
માહિરા શર્માની પોસ્ટ પર મોહમ્મદ સિરાજની પ્રતિક્રિયા
તાજેતરની એક લેટેસ્ટ પોસ્ટમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. બેકલેસ બ્લાઉઝમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો આ સ્ટાઇલિશ અવતાર બધાને પસંદ આવી રહ્યો છે. ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજે પણ અભિનેત્રીની આ પોસ્ટને લાઈક કરી છે, જે પછી તેની અફવાઓ ઉડી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.
માહિરા શર્મા અને મોહમ્મદ સિરાજનું અફેર?
જો કે, બંને તરફથી તેના વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે,માત્ર ફોટો લાઈક કરીને તેમની વચ્ચે અફેર છે તેવું કહી શકાય નહીં. જોકે બંને ક્યારેય સાથે પણ જોવા મળ્યા નથી. વાસ્તવમાં માહિરા શર્મા અને પારસ છાબરા 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં હતા પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. હવે બંને સિંગલ કહે છે. પરંતુ ચાહકો ખુશ છે કે પારસ પછી માહિરાને જીવનસાથી મળી ગયો છે.
View this post on Instagram