તારક મહેતાની બંને સાળીઓ છે ખૂબ જ ગ્લેમરસ, પોપટલાલે જોતા જ બનાવી લીધો હતો લગ્નનો પ્લાન

તારક મહેતાની સાળીને જોતા જ પોપટલાલ થયો ગાંડો અને…જુઓ PHOTOS

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તેના 3 હજાર એપિસોડ પણ થોડા સમય પહેલા પૂર્ણ કર્યા છે.

આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોમાં ઘણા એવા પાત્રો છે જે બદલાઇ ગયા છે અને કેટલાક એવા પાત્રો છે જે હવે શોમાં બતાવવામાં આવતા નથી.

તારક મહેતાની લાંબી સ્ટારકાસ્ટ છે. શોમાં કેટલાક નાના પાત્રો પમ જોવા મળે છે. જેણે લોકોનું દિલ જીતી લીધુ. એવા જ બે પાત્રો છે જે શોમાં તારક મહેતાની સાળી તરીકે જોવા મળ્યા હતા. તે બંને અભિનેત્રીઓ વિશે આજે આપણે વાત કરવા જઇ રહ્યા છે.

શોમાં બે વાર અલગ અલગ એપિસોડમાં તારક મહેતાની સાળીઓને બતાવવામાં આવી હતી. સગી સાળીના પાત્રમાં આસમા સિદ્દકી જોવા મળી હતી અને ત્યાં જ તારક મહેતાની પત્ની અંજલી મહેતાની કઝિનના પાત્રમાં માહિરા શર્મા જોવા મળી હતી.

આસમા સિદ્દકીનું શોમાં નામ કોયલ હતુ, ત્યાં માહિરા શર્માનૃું નામ એકતા હતુ. બંનેની ખૂબસુરતી જોયા બાદ કુંવારા પોપટલાલ તેમના દીવાના થઇ ગયા હતા અને લગ્ન કરવાની પ્લાનિંગ પણ કરી લીધી હતી. ત્યાં જ કોયલ સાથે તો પોપટલાલે લગ્નની વાત પણ કરી હતી અને જેને કોયલે મજાક બનાવી હતી.

આસમા અને માહિરાએ તેમના કરિયરના શરૂઆતના દિવસોમાં શોમાં કામ કર્યુ હતુ. ત્યારે બંને ઘણી અલગ હતી અને હવે તો તેમણે પોતાનામાં ગજબનું ટ્રાંસફોર્મેશન કર્યુ છે.

આસમા અને માહિરા બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે બંને તેમની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ચાહકો તેમની તસવીરો પર ઘણો પ્રેમ લૂંટાવે છે.

માહિરા શર્મા ઘણા ડેલી શોનો હિસ્સો રહી ચૂકી છે. નાગિનથી તેને પોપ્યુલારિટી મળી અને તે બાદ તે બિગબોસ 13નો ભાગ પણ રહી હતી. ત્યાંથી બહાર આવ્યા બાદ તેણે પારસ છાબડા સાથે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા, તે પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

આસમાએ તારક મહેતા શો બાદ પોતાને પૂરી રીતે બદલી લીધી છે. લુક્સથી લઇને સ્ટાઇલ સુધી તે અલગ જ અંદાજમાં જોવા મળે છે. જે જીમમાં ઘણો પરસેવો પાડે છે. આસમાનું કહેવું છે કે, શરીર પર મહેનત કરીને જ સારી બોડી મેળવી શકાય છે.

Shah Jina