દેશની રક્ષામાં શહીદ થયેલા ગુજરાતના વીર જવાન મહિપાલસિંહ વાળાના ઘરે પધાર્યા લક્ષ્મીજી, દીકરીને હાથમાં લેતા પહેલા વીર જવાનની પત્નીએ કર્યુ એવું કે…જુઓ તસવીર

Mahipalsinh Vala Wife Give Baby Girl Birth : આતંકીઓ સાથેની અથડામણમાં દેશની રક્ષામાં શહીદ થયેલા મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના અને અમદાવાદ રહેતા વીર જવાન મહિપાલસિંહ વાળાના પત્ની ગર્ભવતી હતા અને તેમણે હાલમાં જ 11 ઓગસ્ટે સાંજે બાળકીને જન્મ આપ્યો છે. પત્નીના સીમંત પ્રસંગમાં મહિપાલસિંહ ઘરે આવ્યા હતા પણ તેઓ તેમના આવનારા બાળકું મોઢુ જોવે એ પહેલા જ શહીદ થઇ ગયા હતા. શહીદ જવાન મહિપાલસિંહની દીકરીનું નામ વિરલબા પાડવામાં આવ્યું છે.

Image source

શહીદ જવાન મહિપાલસિંહ વાળાના ઘરે પધાર્યા લક્ષ્મીજી 
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામાલે જવાન મહિપાલસિંહ વાળાની પત્નીએ શુક્રવારે સાંજે જ એક ફૂલ જેવી દીકરીને જન્મ આપ્યો છે. મહિપાલસિંહ વાળાના પત્ની વર્ષાબાને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે મહિપાલસિંહના કપડા તેમની પાસે રાખવામાં આવ્યા હતા. વર્ષાબાએ વીરગતિ પામેલા પતિના કપડાને હાથ લગાડ્યા બાદ જ દીકરીને સ્પર્શ કર્યો હતો. આ દ્રશ્ય જોઇ તો આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો. મીડિયા અહેવાલ અનુસાર, પરિવારે જણાવ્યું કે, જો દીકરી મોટી થશે અને તેને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને મોકલીશું.

પતિના કપડાને સ્પર્શ કર્યા બાદ પુત્રીને લીધી હાથમાં
જ્યારે વર્ષાબાએ પતિની અંતિમ વિદાય વખતે કહ્યુ હતું કે, જો તેમને પુત્ર આવશે તો તેને ભારતીય સેનામાં મોકલશે. હજુ તો ચાર દિવસ પહેલા જ પરિવારે દીકરો ગુમાવ્યો, તે પરિવારમાં ભગવાને ફુલ જેવી દીકરીની ભેટ આપી. જણાવી દઇએ કે, મહિપાલસિંહની દીકરીનો 11 ઓગસ્ટની સાંજે જન્મ થયો છે અને મહિપાલસિંહનો જન્મદિવસ 15મી ઓગસ્ટના રોજ આવે છે. આ માટે જ તેમને બાળપણથી દેશની રક્ષા માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી. પણ તેઓ પોતાનો જન્મદિવસ આવે એ પહેલા અને પોતાના આવનારા બાળકનું મોઢું જુએ તે પહેલા જ શહીદ થઈ ગયા.

આવનારા બાળકનું મોઢું જુએ તે પહેલા જ શહીદ થઈ ગયા જવાન
મહિપાલસિંહના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયો તે દિવસે તેમનો જન્મદિવસ આવતો અને આ દિવસ ઉજવાતો ત્યારે નાનપણથી જ તેમને દેશ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના હતી, એટલે જ તેઓ ધોરણ-12 પાસ કર્યા બાદ સેનામાં જોડાયા. તેમનું પહેલું પોસ્ટિંગ જબલપુરમાં થયું હતું અને પછી ચંદીગઢ અને પાછલા 6-8 મહિનાથી તેમનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં હતું.

Shah Jina